ટીવી એક્ટ્રેસ રિચા સોનીએ બોયફ્રેન્ડ સાથે બે રીતિ-રિવાજ સાથે કર્યા લગ્ન

ટીવી એક્ટ્રેસે બોયફ્રેન્ડ સાથે બે રીતિ-રિવાજ સાથે કર્યા લગ્ન, સાત ફેરા લીધાના સાત દિવસ બાદ હિન્દૂથી બની મુસ્લિમ પછી પઢ્યા નિકાહ, હવે સામે આવી સગાઇથી મેંહદીથી લગ્ન સુધીની Photos
મુંબઇ: 'ભાગ્યવિધાતા', 'શરારત', 'સીઆઇડી', 'પહચાન', 'બદલતે રિશ્તો કી દાસ્તાન' જેવા ટીવી શોમાં કામ કરી ચુકેલી એક્ટ્રેસ રિચા સોનીએ પોતાના લોન્ગ ટાઇમ બોયફ્રેન્ડ જિગર અલી સાથે લગ્ન કરી લીધા છે. બન્નેએ બે રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. પહેલા 11 ફેબ્રુઆરીએ હિન્દૂ રીતિ-રિવાજ સાથે લગ્ન કર્યા હતા. સાત ફેરા લીધાના સાત દિવસ બાદ એટલે કે 18 ફેબ્રુઆરીએ રિચાએ પહેલા મુસ્લિમ ધર્મ અપનાવ્યો અને પછી નિકાહ પઢ્યા હતા. રિચા-જિગરના લગ્નની તસવીરો હવે સામે આવી છે. રિચાએ જણાવ્યુ કે તેના પતિએ તેનું નામ મેહનૂર રાખ્યુ છે. - રિચાએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ- 'હું બંગાળી છુ અને બિહારમાં મોટી થઇ છું, માટે અમારા લગ્ન બંગાળી રીતિ-રિવાજ સાથે થયા હતા. તે બાદ અમે અજમેર શરીફ જઇને નિકાહ પઢ્યા હતા.
- રિચાએ જણાવ્યુ- 'અમે બન્ને અલગ-અલગ ધર્મથી બિલોન્ગ કરીએ છીએ, પહેલા તો મારા પેરેન્ટ્સ ઘણા અપસેટ હતા કે હું એક મુસ્લિમ યુવકને ડેટ કરી રહી છુ પરંતુ બાદમાં તે માની ગયા હતા. અમે નવેમ્બર 2018માં સગાઇ કરી હતી. મારી માટે હિન્દૂ-મુસ્લિમ નહી પણ માનવતા મહત્વ ધરાવે છે.'