મેમનગર ગુરુકુલ ખાતે 12 કલાકની અખંડ ધૂન શ્રધ્ધાંજલિ સભા

અમદાવાદ તા.22
શ્રી સ્વામિનારાયણ ગુરુુકુલના આદ્ય સંસ્થાપક અને પ્રણેતા સદ્ગુરુ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામીની 31 પુણ્ય તીથિ તેમજ તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી દ્વારા શહિદ થયેલા ભારતના જવાનોને શ્રદ્ધાંજલિ અર્પવા શા.માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણા અને પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી અને પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં મેમનગર ગુરુુકુલ ખાતે 12 કલાકની અખંડ ધૂન અને સાંજે શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં મેેમનગર ગુરુુકુલ, એસજીવીપી હોસ્ટેલ, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્યાર્થાઓ તેમજ સ્થાનિક હરિભકતો સહિત 1600 ઉપરાંત ભકતો ઉપસ્થિત જોડાયા હતા કાર્યક્રમને અંતે પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામીએ જમ્મુ-કાશ્મીરમાં જે આંતકવાદીઓએ હાહાકાર મચાવી આપણી નવયુવાન સૈનિકોની જે હત્યા કરી તેની વાત કરી તેને શ્રદ્ધાંજલિ અર્પણ કરીને હરિભકતોને સૈનિકોને આર્થિક મદદ કરવા અપીલ કરી હતી.
આ પ્રસંગે રકતદાન કેમ્પ યોજાયો હતો જેમાં ગુરુકુલના 20 સંતો સહિત 210 લોકોએ રક્તદાન કર્યું હતું.