મેગા પ્લેસમેન્ટથી 8 હજાર યુવાનો નોકરીએ ચઢયા

અમદાવાદ તા.22
રાજ્યમાં વધી રહેલી બેરોજગારીની ફરીયાદો વચ્ચે આ વર્ષે પ્રથમવાર મેગા પ્લેસમેન્ટ કેમ્પનું ગત 28મીથી 20મી ફેબુ્રઆરી સુધી આયોજન કરવામા આવ્યુ હતુ.જેમાં તમામ પ્લેસમેન્ટ કેમ્પોનો અંતે 60 હજારથી વધુ વિદ્યાર્થીઓમાંથી 8 હજારને નોકરી મળી ગઈ છે અને કંપનીઓ દ્વારા ઓર્ડર પણ આપી દેવાયા છે.જ્યારે 28 હજાર વિદ્યાર્થીઓનું પ્રામયરી સીલેકશન થઈ ગયુ છે.
ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગત 28મીથી રાજ્યમાં મેગા પ્લેસમેન્ટ કેમ્પ શરૃ કરાયો છે.જેમાં 23 જિલ્લામા નોડલ સેન્ટરો ઉભાર કરાયા હતા અને આ દરેક જિલ્લામા કેમ્પ યોજાયો હતો.સરકારે દરેક જિલ્લા માટે દરેક મંત્રીને જવાબદારી પણ સોંપી હતી.જો કે તેમ છતાં પ્લેસમેન્ટમાં જોઈએ તેટલા વિદ્યાર્થીઓને નોકરી મળી નથી.પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રથમવાર સમગ્ર રાજ્યના યુજી-પીજીના અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને આવરી લેતો મેગા પ્લેસમેન્ટ કેમ્પ કરવામા આવ્યો હતો. સરકાર દ્વારા પ્લેસમેન્ટની શરૃઆત પહેલા કરાયેલા દાવા મુજબ આ મેગા પ્લેસમેન્ટ કેમ્પમાં રાજ્યની વવિધ કોલેજો-યુનિ.ઓમાં યુજી-પીજીમાં ભણતા છેલ્લા વર્ષના 60 હજારથી વધુ વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ માટે રજિસ્ટ્રેશન થયુ હતું.જેની સામે સરકારે કંપનીઓમાં કરાવેલા સર્વે મુજબ નાની-મોટી કંપનીઓમાં વિવિધ કેટેગરીની મળીને 70 હજાર જેટલી જગ્યાઓ છે અને 5400થી વધારે કંપનીઓ આ પ્લેસમેન્ટમાં ભાગ લેશે.જો કે પ્લેસમેન્ટ બાદ સરકારના આંકડા જ બદલાઈ ચુક્યા છે અને 1290 જેટલી નાની-મોટી કંપનીઓએ પ્લેસમેન્ટમાં ભાગ લીધો છે અને તમામ પ્લેસમન્ટ કેમ્પના અંતે 28 હજાર વિદ્યાર્થીઓની જોબ માટે પ્રાથમિક પસંદગી થઈ છે જ્યારે 8 હજાર જેટલા વિદ્યાર્થીઓને કંપનીઓએ જોબ આપીને નિમણૂંક પત્રો પણ આપી દીધા છે.આમ હાલ તો 8 હજાર જેટલા વિદ્યાર્થીઓને નોકરી મળી છે.