રાજકોટમાં બનશે વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશન

રાજકોટ તા.22
રાજકોટમાં એરપોર્ટથી પણ ચઢીયાતા રેલવે સ્ટેશન બનાવવાની તૈયારી હાથ ધરવામાં આવી છે. રેલવે રાજ્યમંત્રી મનોજસિંહાએ રાજકોટમાં વર્લ્ડ કલાસ રેલવે સ્ટેશનની ઘોષણા કરી છે. યોજના પ્રમાણે રાજકોટ રેલવે સ્ટેશન પર શોપીંગ મોલ, મલ્ટીપ્લેકસ સહિતની સુવિધાઓ વિકસાવવામાં આવશે. રાજકોટ ઉપરાંત ભાવનગર, વલસાડ અને વડોદરા રેલવે સ્ટેશન પણ વર્લ્ડ કલાસ બનાવાશે.
ગાંધીનગર અને સુરત પછી હવે અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ, ભાવનગર અને વલસાડ રેલવે સ્ટેશનોને મોલ, મલ્ટિપ્લેક્સ સહિતની પેસેન્જર સુવિધાઓ સાથે વર્લ્ડ ક્લાસ કક્ષાના બનાવવાની જાહેરાત રેલવે રાજ્ય મંત્રી મનોજ સિંહાએ કરી હતી.
રેલવે સ્ટેશન પર મોલ, મલ્ટિપ્લેક્સની સુવિધા ઊભી કરાશે ભારત કે મન કી બાત - મોદી કે સાથ કાર્યક્રમમાં હાજરી આપવા અમદાવાદની મુલાકાતે આવેલા સિંહાએ જણાવ્યું કે, ગાંધીનગર સ્ટેશન પર વર્લ્ડ ક્લાસ સ્ટેશનના ભાગ રૂપે 300 રૂમની ફાઈવ સ્ટાર હોટેલ, મોલ સહિત અન્ય પેસેન્જર સુવિધા વધારાઈ રહી છે. એજ રીતે સુરત સ્ટેશન પર ટ્રાન્સપોર્ટ હબ બનાવવાની સાથે પેસેન્જર સુવિધાઓ વધારવાની કામગીરી ચાલી રહી છે. હવે રાજ્યના અમદાવાદ સહિત પાંચ સ્ટેશનો પર મોલ, થિયેટર સહિત અન્ય સુવિધાઓ સાથે
આંતરરાષ્ટ્રીય કક્ષાના બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં રેલવેના વિકાસ માટે વર્ષ 2017-18માં સરકાર દ્વારા 4 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે અને નિર્ધારિત સમય મર્યાદામાં પૂરું થશે.અમદાવાદ સહિત અનેક જિલ્લામાં જમીન સંપાદન પછી ગ્રાઉન્ડવર્ક શરૂ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. એક જ મહિનામાં તમામ માનવ રહિત ફાટક હટાવાશે
કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી મનોજસિંહાએ આજે અમદાવાદની મુલાકાત દરમિયાન જણાવ્યું કે 31 માર્ચ 2019 સુધીમાં ગુજરાતમાંથી માનવ રહીત રેલવે ક્રોસિંગ સદંતર નાબૂદ કરાશે.
કેન્દ્રીય રેલવે રાજ્ય મંત્રીએ રેલવેના કામોને લઈને કોંગ્રેસ સરકારી ટીકા કરી અને ભાજપ સરકારે છેલ્લા પાંચ વર્ષમાં કરેલા રેલવેના કામોના ગાણાં ગાયા હતા.તેઓએ જણાવ્યું કે ગુજરાતમાં 33 કિલોમીટરની નવી લાઈન નખાઈ છે અને 10 રેલવે ઓવરબ્રીજના થયા છે.