રાજકોટમાં ખેરડીના વૃધ્ધાનું અને ઉપલેટાના વૃધ્ધનું સ્વાઈન ફ્લૂથી મોત

રાજકોટ તા.22
રાજકોટ શહેરની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં હજુ 49 દર્દીઓ સ્વાઈન ફ્લૂની સારવાર લઇ રહ્યા છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં ખેરડીના વૃદ્ધાનું અને ખાનગીમાં ઉપલેટાના વૃદ્ધનુ સ્વાઈન ફ્લૂથી મોત થયું છે તેમજ રાજકોટમાં 13 મહિનાના બાળક સહીત વધુ ત્રણ અને જામનગરમાં પણ ત્રણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે
રાજકોટ સહીત રાજ્યભરમાં સ્વાઈન ફલૂ અટકવાનું નામ જ નથી લેતો ત્યારે રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલ ખેરડીના 64 વર્ષીય વૃદ્ધાનું સિવિલ હોસ્પિટલમાં અને ઉપલેટાના કોલકીના 59 વર્ષીય વૃદ્ધનું પણ સ્વાઈન ફ્લૂથી મોત થતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે આ ઉપરાંત રાજકોટમાં 13 માસના બાળક સહીત વધુ ત્રણ પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે જેમાં મુંજકા પાસે રહેતા 13 વર્ષીય માસુમ બાળક, વંથલી રહેતી મહિલા અને અમરેલીના જાળીયા ગામના પુરુષનો સમાવેશ થાય છે જયારે જામનગરમાં પણ વધુ 3 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર અર્થે આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે