BSNL કર્મીઓની 3 દિવસની હડતાળ પૂર્ણ, 28મીએ સાંસદોને અપાશે આવેદન

રાજકોટ તા,22
બીએસએનએલના તમામ-માન્યતા પ્રાપ્ત યુનિયનો એસોસીએશનો દ્વારા બીએસએનએલ બચાવો ઝુંબેશ તથા પડતર માગણીઓ માટે ત્રણ દિવસ પડેલી રાષ્ટ્રવ્યાપી હડતાલને જોરદાર સફળતા મળેલી છે તથા તેના ધેય પ્રત્યાઘાતો દિલ્હી સુધી પડ્યા છે. સમગ્ર રાષ્ટ્રમાં જમ્મુ કાશ્મીરને બાદ કરતા 35 ટેલીકોમ સંકલનમાં સજ્જડ હડતાલ પડેલ તથા કર્મચારી પણ ખૂબજ જાગૃત બની જઈ હડતાલમાં જોડા હતા તથા બીએસએનએલને બચાવવા 4જી સ્પ્રેડટમ આપવા નવું પગાર પંચ આપવા તથા અન્ય માગણીઓ માટે સક્રિય બન્યા છે. ત્રણ દિવસની હડતાલ સંપન્ન થતા આજથી બીએસએનએલ કચેરીઓ ધમધમવા લાગી છે.
સમગ્ર ભારત - ગુજરાત સૌરાષ્ટ્ર - કચ્છ - રાજકોટમાં પણ હડતાલને ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો. ત્રણ દિવસની હડતાલમાં અસંખ્ય કર્મચારીઓ તથા ઉચ્ચ કક્ષાના ડેપ્યુટી જનરલ મેનેજરો પણ જોડાયા હતા. રાજકોટ બીએસએનએલના તમામ ડેપ્યુટી જનરલ મેનેજરો ફાઈનાન્સ વીંગના આઈ.એફ.એ. ચીફ એકાઉન્ટ ઓફિસરથી લઈ તમામ ટેકનીકલ - અધિકારીઓ કર્મચારી ભાઈઓ - બહેનો જોડાઈ કર્મચારીઓની ન્યાયી માગણીઓ માટે લડત આપેલ હતી તથા દેશવ્યાપી બચાવો ઝુંબેશ હાથ ધરવામાં આવેલ છે.
આજરોજ ન્યુ દિલ્હી ખાતે ડિજિટલ કોમ્યુનીકેશન - કમીશન ડીસીસીની અગત્યની બેઠક મળી રહી છે. જે ડીઓટીની ઉચ્ચસ્થાને નિર્ણયો કરતી કમિટિ છે. જેમાં બીએસએનએલ રિવાઈડ પ્લાન ફાઈનાન્સીયલ ક્ધડીશન બેંક લોન કર્મચારીઓના પગાર ધોરણ વેઈજ રીવીઝન સ્પ્રેકટમ એલોટમેન્ટ જેવા અગત્યના મુદ્દાઓ પર નિર્ણયો થવાની શકયતા છે. દરમિયાન ન્યુદિલ્હી ખાતે તમામ યુનિયન લીડર્સની મિટિંગ મળેલ હતી. જેમાં તા.28-2 દેશના તમામ મેમ્બર ઓફ પાર્લામેન્ટને વિસ્તૃત આવેદન પત્ર અપાશે. ન્યુદિલ્હોમાં પીએમયુ ઓફિસ ખાતે તા.6-3ના રોજ વિશાળ સંખ્યામાં લીડર્સ ઉપસ્થિત રહી. દેખાવો રજૂઆતો કરશે તથા પ્રાઈમીનીસ્ટર કોમ્યુનીકેશન મીનીસ્ટરને ટ્વીટ કરી રૂબરૂ મળી રજૂઆતો કરવામાં આવશે.