...શાયદ કુર્સી કા આપકા સપના સુલગતા હૈ: મુખ્યમંત્રી રૂપાણીનો ‘આભાર’ પ્રસ્તાવ!February 21, 2019

ગાંધીનગર તા.21 "તમને અમારી લાગણીની કદર નથી પણ અમને તમારી નફરતોથી પણ લગાવ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વિધાનગૃહમાં રાજ્યપાલના પ્રવચન પરના આભાર પ્રસ્તાવમાં લોકહિત કામો માટે સરકારનું મન ખુલ્લું છે તેવો સ્પષ્ટ મત વ્યકત કરતા પક્ષાપક્ષીથી ઉપર ઉઠી વિકાસની રાજનીતિનું આહવાન કર્યું છે.
તેમણે જણાવ્યું હતું કે 95-96 માં બજેટ નું કદ 10873 કરોડ હતું આજે 2 લાખ કરોડનું છે. રિસોર્સીસ વધ્યા છે તો સાથે વિકાસ યોજના પણ વધી છે. ગુજરાત ફાસ્ટ ડેવલપિંગ સ્ટેટ છે .જી એસ ડી પી 9 ટકા થી આજે 11 ટકા થયો છે. એમ્પ્લોયમેન્ટ જનરેશન માં 11.5 ટકા સાથે ગુજરાત અગ્રેસર છે.ફ
અમે સત્તા ને સેવાનું માધ્યમ માનીએ છીએ.આપકે દિલ મેં કુછ લગતા હૈ ધુઆ ધુઆ સા લગતા હૈ..આપકી આંખોમે કુછ ચુભતા હૈ.. શાયદ કૂર્સી કા આપકા સપના સુલગતા હૈ...
કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા તેમણે જણાવ્યું હતું કે વિપક્ષ ને સત્તામાં આવવાના સપના છે પણ સાડા છ કરોડ ગુજરાતીઓ એ સાકાર કરવા દેતા નથી કેમકે વિકાસ સુશાશન કેવું હોય એ અમેં બતાવ્યું છે.બે દાયકા પહેલા ગુજરાતની માથાદીઠ આવક 13365 હતી આજે 1 લાખ 74 હજાર 652 એટલે કે 13 ગણો વધારો થયો છે. અર્થતંત્રમાં પ્રાયમરી સેક્ટરનું યોગદાન 1995-96 માં 16513 કરોડ હતું. તે બે દાયકાના અમારા સાશનમાં 2 લાખ 37 હજાર 771 કરોડ એટલે કે 14 ગણો વધારો થયો છે.સેક્ધડરી સેક્ટરની ભાગીદારી 28388 કરોડથી વધીને 18 ગણી વધુ 5 લાખ 12 હજાર 449 થઈ છે.
ટર્શરી સેક્ટરનો હિસ્સો 26 995 કરોડથી 15 ગણો વધીને 4 લાખ 16 હજાર 932 થયો છે.
અમારી રાજનીતિ વિકાસની છે એટલે જ ગુજરાત આજે નંબર વન છે...
ગુજરાત 12 લાખ કરોડથી વધુ રકમના ઇન્ડર્સટ્રીયલ આઉટપુટ સાથે ઔદ્યોગિક વિકાસમાં નંબર 139.36 લાખ મેટ્રીક ટન સાથે ગુજરાત મગફળી ઉત્પાદનમાં નંબર 1135.69 લાખ મેટ્રીક ટન દૂધ ઉત્પાદન સાથ