ખાનગી વાહનચાલકો દ્વારા ઉઘાડી લૂંટ: મજબૂર મુસાફરો લૂંટાયા


રાજકોટ તા.21
રાજયના એસ.ટી. કર્મચારીઓ દ્વારા આજથી રજા રિપોર્ટ મૂકી પોતાની માગણીઓ નહી સંતોષાતા હડતાળ ઉપર ઉતરી જતા લાખો મુસાફરો રઝળી પડ્યા હતા. એસ.ટી.ની હડતાલનો ફાયદો લઇ ખાનગી વાહનના ચાલકો દ્વારા ઉંઘડી લૂંટ ચલાવવામાં આવી હતી અને મજબુર મુસાફરોને લૂંટ્યા હતા. વર્તમાનમાં ચાલતા ભાડા કરતા બમણા અને ત્રણ ગણા ભાડા કરી નાખ્યા હોવાની બુમરાણો ઉઠવા પામી છે.
રાજકોટ સૌરાષ્ટ્રનું હબ છે અને અહી દરરોજના લાખો મુસાફરો અવનજવન કરે છે અને રાજકોટથી જૂનાગઢ, મોરબી, ગોંડલ, ધોરાજી, ઉપલેટા, સુરેન્દ્રનગર, જામનગરનો ટ્રાફિક વધુ રહેતો હોય છે. ત્યારે 21મીની મધરાતથી એસ.ટી.ની હડતાલ પડતા મુસાફરો સલવાયા હતા અને મુસાફરી કરવી કે નહીં મુંઝવણમાં મુકાયા હતા.
રાજકોટમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી હોસ્પિટલ છે અને ત્યાં સૌરાષ્ટ્રભરમાથી દર્દીઓ આવતા હોય છે ત્યારે હજારો દર્દીઓને હડતાલનો ભોગ બનવું પડ્યું હતું. તેમજ હાલ લગ્ન ગાળાની સિઝન ચાલી રહી છે ત્યારે અવનજવન માટે એસ.ટી.નો સહારો લેતા હોય છે ત્યારે હડતાલ પડતા મુસાફરોને બમણા અને ત્રણ ગણા ભાડા ચુકવવા પડ્યા હતા અને રસ્તા ઉપર લાચાર ઉભા રહી ઓછા
ભાડે લઇ જાય તેની રાહ જોતા હતા રાજકોટ એસ.ટી. ડેપોની બહાર ખાનગી વાહનોના ખડકલા થયા હતા અને મનફાવે તેવા ભાવ કરી નાખ્યા હોવાની બુમરાણો
મુસાફરોમાં ઉઠવા પામી હતી. ગામ રેગ્યુલર ભાડું હાલનું ભાડું
રાજકોટ-અમદાવાદ રૂા. 150 થી 200 રૂા.500
રાજકોટ-ચોટીલા રૂા.30 રૂા.50
રાજકોટ-જામનગર રૂા.70 રૂા.100
રાજકોટ-ધોરાજી રૂા.70 રૂા.100
રાજકોટ-જૂનાગઢ રૂા.80 રૂા.100
રાજકોટ-માલીયાસણ રૂા.20 રૂા.50
રાજકોટ-ત્રંબા રૂા.10 રૂા.30
રાજકોટ-મોરબી રૂા.50 રૂા.70
રાજકોટ-અમરેલી રૂા.100 રૂા.120 થી 130
રાજકોટ-પોરબંદર રૂા.150 રૂા.200