ભારત-પાકિસ્તાન ‘મેદાની યુઘ્ધ’માં જોડાવા 4 લાખ ‘સૈનિકો’ આતુર!

નવી દિલ્હી તા.21
પુલવામાં સી.આર.પી.એફ. ના જવાનો પર થયેલા આતંકવાદી હુમલા બાદ ક્રિકેટ જગતમાં એ ચર્ચા સતત જોર પકડતી દેખાઇ રહી છે કે, શું ભારત વલ્ડૃકપ 2019માં પાકિસ્તાન વિરુઘ્ધ પોતાની ગ્રુપ મેચ રમશે કે તેનો બહિષ્કાર કરશે.
આ મેચ માટે લોકોનો ક્રેઝ પેહેલેથી જ જોઇ શકાય છે. આઇ.સી.સી. ના એક રિપોર્ટ અનુસાર આ મેચ માટે વર્લ્ડકપ આયોજકોને અત્યાર સુધી 4 લાખ ટિકિટોની એપ્લિકેશન મળી ચૂકી છે જયારે આ માન્ચેસ્ટરના મેદાનની ક્ષમતા આશરે 25 હજારની છે. ટિકિટોની આ માંગણી વર્લ્ડકપ ફાઇનલથી પણ વધુ છે. બંને ટીમો વચ્ચે વર્લ્ડકપની આ મેચ 16 જૂનના રોજ માન્ચેસ્ટરમા રમાવાની છે. આઇ.સી.સી. ની રીપોર્ટ પ્રમાણે
(અનુસંધાન પાના નં.8)
ફાઇનલ (14 જુલાઇ) મેચ માટે ટિકિટોની ડિમાન્ડ ભારત-પાક મેચની સરખામણીએ એક ચતુર્થાંસ જ છે. આ રીતે આ મેચ ટૂર્નામેન્ટની સૌથી મહત્વની મેચ માનવામાં આવી રહી છે. વર્લ્ડકપમાં જયારે પણ આ કટ્ટર હરિફ ટકરાય છે ત્યારે મેચમાં રોમાંચ અને ભાવનાઓ તેની ચરમસીમાએ હોય છે. બંને ટીમોના ખેલાડીઓની સાથે-સાથે બંને દેશોના ફેન્સ પણ એકબીજાને જોરદાર ટકકર આપે છે.
આ દરમિયાન ભારતમાં ઘણા ક્રિકેટર્સ સહિત ઘણા એકસપર્ટ્સ એવી માગણી કરી રહ્યા છે કે, દેશે આટલા મોટા આતંકવાદી હુમલા બાદ ભારતીય બોર્ડે પાકિસ્તાન વિરુઘ્ધની મેચનો બહિષ્કાર કરી દેવો જોઇએ. જોકે, બંને દેશોના ક્રિકેટ બોર્ડ આ બાબતે કંઇ સ્પષ્ટ કર્યુ નથી. બીજી તરફ આઇ.સી.સી. એ ભારત-પાકની મેચના શેડયૂલમાં કોઇપણ ફેરફાર કરવાની વાતને નકારી કાઢી છે.