મજૂરી છોડો, જાહેરસભા પકડો: શ્રમિકોને નવી રોજગારી!

નવી દિલ્હી: 2019ની લોકસભા ચૂંટણીમાં મોડલ કોડ ઓફ ક્ધડકટ લાગુ થવાને અઠવાડીયું બાકી છે. રાજકીય પાર્ટીઓને પોતાના કેમ્પેઇન માટે ભીડ એકઠી કરી છે. જેના કારણે દૈનિક મજુરો શોધવા મુશ્કેલ બન્યું છે. રાજકીય પાર્ટીઓ દ્વારા રેલીઓ અને પદયાત્રાના આયોજનમાં અંદાજીત 3000 મજુરો ભાગ લઇ રહ્યા છે. નાના-મધ્યમ ઉદ્યોગો મજુરોને રોજના રૂા.500 થી 700 ચુકવી રહ્યા છે. મોટાભાગના મજુરો પૈસા લઇને રાજકીય પાર્ટીઓમાં જતા હોવાના કારણે તેમના કામના કલાકો પ્રતિ દિવસે આઠથી વધારીને 12 કરવામાં આવ્યા છે. રબર મેન્યુફેકચરીંગ યુનિટ ચલાવતા કે.એમ.નારાયણ રાવએ જણાવ્યું કે મજુરો ન મળવાના કારણે અમે સમયસર ઓર્ડર આપી નહીં શકીએ. દરેક ચૂંટણી વખતે આ સમસ્યા સામાન્ય બની જાય છે કારણ કે રાજકીય પાર્ટીઓ આ લોકોને વધારે પૈસા આપે છે. અમે સતત ઓર્ડર્સ ગુમાવી રહ્યા છીએ.     રાજકીય પાર્ટીઓ શહેરભરમાંથી તેમની રેલીમાં લોકો ભેગા કરવા માટે મજુરો શોધી રહ્યા છે આ માટે તેઓ ગરીબ વિસ્તારોમાં એજન્ટને રાખે છે.
કોર્ડીનેટર એમ.અર્જુન નાયડુએ જણાવ્યું કે, આશરે 2000 જેટલા મજુરો રાજકીય પાર્ટીઓમાં ભાગ લઇ રહ્યા છે અને રાજનેતાઓ તેમને એકઠા કરવા મોટી રકમ ચુકવી રહ્યા છે. હાલમાં 3 કલાકની રેલી માટે મજુરો 500 રૂપિયાની માગણી કરી રહ્યા છે. જેથી લોકોને એકઠા કરવા અમારા માટે એક અઘરુ કામ બની ગયું છે.