ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ જાડેજાનો બ્લોગ હેક, શંકા પાકિસ્તાન પર...


અમદાવાદ તા.19
ગુજરાત ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ આઈ.કે. જાડેજાનો બ્લોગ થયો છે. આ બ્લોગ પાકિસ્તાની હેકર દ્વારા હેક થયો હોવાની શક્યતા છે. પુલવામા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાને હવે ભારત સાથે સાયબર વોર શરૂ કર્યું છે. ગઈકાલે ભારતની 100થી વધુ વેબસાઈટ હેક થઈ હોવાની આશંકા વ્યક્ત કરી હતી. જેમાં ગુજરાતની પણ 20થી વધુ વેબસાઈટ હેક થઈ હોવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.