ચૂંટણી આવે ત્યારે જ મોદી ‘રામ’ને યાદ કરે છે

 રાજકારણીઓ સમાજને અલગ કરી રહ્યા છે : હવે યુવાનોએ જ્ઞાતિ-જાતિ ભૂલી એક થવું જરૂરી : કનૈયા
રાજકોટ તા.14
રાજકોટના શાસ્ત્રી મેદાનમાં સંવિધાન બચાવો, દેશ બચાવો રેલીનેસંબધતાં યુવા નેતા ક્ધહૈયા કુમારે જણાવ્યુ હતું કે અમારી રેલી કોઇપક્ષ, કોઇ જાતી, જ્ઞાતિ માટે નથી. આ રેલી દેશના સંવિધાને સામાન્યમાણસને આપેલા અધિકારના રક્ષણ માટે છે. સંવિધાને ભારતનાતમામ નાગરિકને સમાન હકક આપ્યા છે. એટલે જ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને સામાન્ય માણસને પણ એક જ મત આપવાનોસમાન અધિકાર છે. પરંતુ મોદી સરકારમાં સંવિવધાનીક અધિકારઉપર તરાપ મારવામા આવી રહયા છે. સીબીઆઇ, ઇડી, ચૂંટણીપંચ,રિઝર્વ બેંક ,ન્યાય તંત્ર તમામ સ્વાયત સંસ્થાઓનો દૂરઉપયોગકરી તેમના ઢાંચા ઉપર કુઠારાઘાત કર્યા છે. આ દેશમાં કમનસીબેગરીબ માણસોને અને શ્રીમંત માણસને સમાનતાથી નથી જોવાતા. અમારી લડત દેશના સામાન્ય લોકોને સમાન બંધારણીય અધિકારઆપવાની છે.
ક્ધહૈયા કુમારે તેમના ભાષણમાં જણાવ્યુ હતું કે ગુજરાતની ભુમિગાંધીજી અને સરદારની ભૂમિ તરીકે નહિં માત્ર દેશમાં જ પરંતુ સમગ્રદુનિયામાં આદરથી જોવાતી હતી પરંતુ મોદી અને અમિત શાહનીજોડીએ ગુજરાતની અસ્મતા ઉપર ધબ્બો લગાડ્યો છે. લોકોનેગુમરાહ કરવા અને ભાવનાત્મક મુદે ભટકાવવા આ બન્ને નેતાએ પાછુવળીને નથી જોયુ. તેમણે હાર્દિક પટેલ, જીજ્ઞેશનો ઉલ્લ્ખ કરીને કહયુકે અમે લોકોના અધિકાર માટે અવાજ ઉઠાવીએ છીએ તો અમારીસામે દેશદ્રોહના કેસ લગાડવામાં આવે છે.
દિલ્હીના યુવા નેતાએ જણાવ્યુ હતું કે અમારો અવાજ દબાવાવપ્રયાસ થાય છે. આ સંવિધાન રેલી ન યોજાય એ માટે તંત્રએ છેલ્લેસુધી જાત જાતની બહાનાબાજી બતાવી. અંતે છેલ્લે મંજુરી આપી. જો મોદી સરકારમાં હિંમત હોય તો મને દેશદ્રોહના કેસમાં જેલમાંધકેલી દ્યે. ત્રણ વરસ સુધી ચાલેલા કેસમાં હવે રહી રહીને દિલ્હીપોલીસે ચાર્જશીટ દાખલ કરી છે. જેમા દિલ્હી સરકારની મંજુરી પણનથી. લીધી.
પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દીક પટેલે રેલીમાં આવેલીમેદનીને સંબોધતાં જણાવ્યુ હતું કે બાબા સાહેબ આંબેડકરનીપ્રતિમાએથી શરુ થયેલી રેલી શાસ્ત્રી મેદાનમાં સભાના સ્વરુપમાંજોરદાર બની ગઇ છે. આ રેલીમાં એક ક્રાંતિ થઇ છે. જે રાજકારણીઓ જાતી જાતી જ્ઞાતી જ્ઞાતિને લડાવતાં હતાં તેમનેલપડાક છે. આ પહેલી એવી રેલી છે જેમાં જય ભીમ અને જયસરદારના નારા સાથે લાગ્યા. તમામ જ્ઞાતિના લોકો રેલીમાં જોડાયાઅને સંવિધાન બચાવોની લડતને નવુ બળ આપ્યુ છે. દલીત નેતા જીજ્ઞેશ મેવાણીએ જણાવ્યુ હતું કે સંવિધાન બચાવો રેલીજાતી જાતી જ્ઞાતિ જ્ઞાતિને જોડવા માટેની રેલી છે. નરેન્દ્ર મોદીને દરેક ચૂંટણી સમયે મંદિર મસ્જીદ, હિન્દુ મુસ્લીમનો નારો યાદ આવી જાય છે. ચાર વરસ વિકાસન વાત કરનારા મોદી હવે મંદીર મંદીર, હિન્દુ -મુસ્લીમનું રટણ કરવા માંડયા છે.
તેમણે આંબેડકર અને સરદારનાપૂતળાનો પણ વિરોધ કરીને કહયુ કે આટલા નાણાથી દલીતો,ગરીબો માટે હોસ્પિટલો બનાવો.
આ રેલીના આયોજક ઇન્દ્રનીલ રાજગુરુએ જણાવ્યુ હતું કે આસભામાં આવેલા લોકો જય ભીમ,જય સરદાર , જય મહાદેવના નારાલગાવે છે એ જોતાં સાબિત થાય છે કે આપણે તો બધા સમાજસાથે જ રહેવા માંગીએ છીએ. માત્ર રાજકારણીઓ સમાજને મતમાટે વિભાજન કરે છે. તેમણે ઉપસ્થિત લોકોને આ યુવાનોને સાથઆપવા અપીલ કરી હતી. શાસ્ત્રી મેદાનની સભામાં રાષ્ટ્રધ્વજનેમાનભેર ફરકાવાયા હતાં. જયહિન્દના નારા ક્ધહૈયા કુમાર સહિતતમામ અગ્રણોઓએ લગાવ્યા હતાં. સભાના અંતે રાષ્ટ્રગીતનું ગાનથયુ હતું.