પ્લાસ્ટિકની થેલીમાં નવજાત બાળકીને ફેંકી માતા છન...ન..ન..

ચોટીલા : હાઇવે રોડ ઉપર આવેલ હોટલ એપેક્ષ જય ની પાછળની શેરીમાં બપોરનાં સમયે નાનુ બાળક રડવાનો (કણસવાનો) અવાજ આવતા રાહદારીઓએ આસપાસ તપાસ કરતા એક પ્લાસ્ટિક ની બેગમાં ગોદડી, કપડા સાથે વિંટળાયેલ હાલતમાં તાજી જન્મેલ બાળકી મળી આવેલ જેથી પોલીસને જાણ કરતા પીએસઆઇ એચ એલ ઠાકર, જે ટી ચાવડા તથા સ્ટાફનાં માણસો દોડી ગયેલ હતા અને બાળકીનો કબ્જો લઈ હોસ્પિટલ ખસેડી અજાણી માતા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરેલ છે. આ બાળકીનો બે દિવસ પહેલા જન્મ થયેલ હોવાનું ડોક્ટરે જણાવેલ હતુ તેમજ બાળકોનાં ડો. ન હોવાથી બાળકીને ડોક્ટરની નિગરાની માટે રાજકોટ ખસેડાયેલ છે સ્થાનિકોમાં તરેહ તરહની ચર્ચા ઉઠી છે કે આ કોઇએ પાપ છુપાવવા ત્યજી કે દિકરી હોવાથી ત્યજી? જન્મ દઇ ને મરવા માટે ત્યજી દેનાર માતા સામે લોકો ફિટકાર વરસાવે છે પોલીસે જન્મ દેનારનાં સગડ મેળવવા આસપાસની હોસ્પિટલમાં તપાસ અને પુછપરછ આદરેલ છે તેમજ કેટલાક નજીકનાં સીસીટીવી પણ ચકાસવામાં આવશે તેમ જણાવેલ છે. યાત્રાધામમાં અનેક પ્રકારની બંદીઓ ઘર કરી ગયાની બુમરણ ઉઠી છે.
યાત્રાધામ કંલકીત કરતી ઘટનાઓ વધે તે પહેલા પોલીસે સધનતા અને ચેકીંગ થકી બંદીઓ ડામવા પ્રયત્નો કરવા જોઈએ તેમ લોકો કહી રહ્યા છે.