લાઠીમાં પોલીસ પર 150ના ટોળાંનો હુમલો

 લુવારિયા ગામે જાલીનોટનાં કારખાનામાં દરોડા સમયે સ્થાનિકો અને પોલીસ વચ્ચે અથડામણ
અમરેલી તા.14
લાઠીના લુવારીયા દરવાજા પાસે અગાઉ જાલીનોટમાં ઝડપાયેલા શખ્સ પાસે જાલીનોટ છાપવાનું મશીન હોવાની બાતમીના આધારે ગત રાતના લાઠી પોલીસ આરોપીના ઘરે તપાસ અર્થે જતા મહિલાઓ પુરુષો સહિતનું 150 વાલીઓનું ટોળુ બેકાબુ બની પથ્થરમારો કરતાં પોલીસે ટીયરગેસનાં સેલ છોડી હળવો લાઠીચાર્જ કરતાં એક પી.એસ.આઇ. સહિત ચાર પોલીસ કર્મીને સામાન્ય ઇજા થયેલ હતી.
પ્રજાના પોલીસ ઉપર હિચકારા હુમલાથી લાઠીમા પોલીસના ધાડે ધાડા ઉતરી આવતાં લાઠીની બજારો પોલીસ છાવણીમાં ફરી વળેલ હતી. તેમજ એસ.પી. નિર્લિપ્ત રાય ઘટના સ્થળે દોડી જઇ પરિસ્થિતિનાં તાગ મેળવેલ હતો. પોલીસ ઉપર થયેલા હુમલા લુંટથી ભારે ચકચાર જાગેલ છે ટોળાના પથ્થરમારાથી પોલીસની બોલેરો જીપને રૂા.20 હજારનું નુકશાન થવા પામેલ હતુ.ગત રાત્રીનાં લાઠી પોલીસ આરોપીના લાઠીના લુવારીયા દરવાજા પાસે આવેલા રહેણાંક મકાને તપાસ કરવા જતાં આજુબાજુની મહિલાઓ પુરૂષો સહિતનું લગભગ 150 માણસોનું ટોળુ એકઠુ થઇ જતા પોલીસ અને ટોળા વચ્ચે ઝપાઝપી શરૂ થતાં ટોળુ બેકાબુ બનતા પોલીસ ઉપર પથથરમારો કરતાં પી.એસ.આઇ. મોરી સહિત ચાર પોલીસ કર્મીઓને સામાન્ય ઇજા થતાં ઘટનાની એલ.સી.બી. પોલીસને જાણ થતાં એસ.એ. ટ્રાફિક બ્રાંચ સહિતની પોલીસ ઘટના સ્થળે દોડી ગયેલ હતી. ઘટનાની એસ.પી. નિર્લિપ્ત રાયને જાણ થતાં તેમની સુચના મુજબ બાબરા, લીલીયા, દામનગર, અમરેલી સીટી પોલીસ સ્ટેશનનો કાફલો પણ લાઠી ગામે દોડી ગયેલ અને રાત્રીના સમયે બનેલ ઘટનાથી ટોળાને અને પરિસ્થિતિ કાબુમાં લેવા પોલીસ દ્વારા હળવો લાઠીચાર્જ અને ટીયરગેસના રોલ છોડવામાં આવેલ હતા. બજારમાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા બાદ પોલીસ દ્વારા 27 શખ્સોની ધરપકડ કરવામાં આવેલ હતી. પોલીસે હુમલામાં સંડોવાયેલા 1.અજય જગદિશ સોલંકી, 2.અનિલ ભનુ જાદવ, 3.અજય અનિલ જાદવ, 4. હિતેષ જગદીશ સોલંકી 5. મુકેશ વેલજી છાપરા 6. નરસી ભુપત સરલીયા 7. નિલેશ ભનુ જાદવ 8.નરેશ ધીરુ સોલંકી, 9. હકા ભુપત સરવૈયા, 10. જય રાજેશ મકવાણા, 11. સાગર ભરત ગાંગડીયા, 12. ભાવેશ જયંતિ મેર, 13.ગૌતમ ભરત ધરજીયા, 14. પોપટ મનું ગાંગડીયા, 15. સુરેશ ભરત ધરજીયા, 16. મુન્ના ભુપત સરલીયા, 17.લાલજી રવજી ગાંગડીયા, 18. ગૌતમ ઉર્ફે લાલુ વલ્લભ મકવાણા, 19. રમેશ વાલજી સરલીયા, 20. ભાવેશ ભુપત સરલીયા, 21.લાલજી નરસી, 22.રોહિત ધીરૂ ગાંગડીયા 23. કિર્તી ધીરુ ગાંગડીયા, 24. સંજય જયંતિ મેર, 25. રોહિત ભરત ધરજીયા, 26.રાજુ જેરામ મકવાણા અને 27. આશાબેન રાજેશ મકવાણાની ધરપકડ કરવામાં આવેલ હતી.
જયારે ઘટના સ્થળેથી ટોળામાંથી નાસી ગયેલ ચાર મહિલા સહિત અન્ય આરોપીઓને ઝડપી લેવા પોલીસે કાર્યવાહી હાથ ધરેલ છે.