રાજકોટમાં વધુ એક હિટ એન્ડ રન: શાળાએથી છૂટી ઘરે જતી ધો.10ની છાત્રાનું ટ્રક હડફેટે મોત

 અકસ્માત સર્જી નાસી
છૂટેલા ટ્રકચાલકની શોધખોળ: પરિવારમાં શોક
રાજકોટ તા.14
રાજકોટ શહેરમાં ટ્રાફિકની વધતી જતી સમસ્યા વચ્ચે વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે આરટીઓ કચેરી સામે શાળાએથી છૂટી ઘરે જતી ધોરણ 10ની વિદ્યાર્થીનીને ટ્રકચાલકે હડફેટે લઇ મોત નિપજાવી નાસી જતા ચકચાર મચી જવા પામી છે પોલીસે ગુનો નોંધી
નંબર આધારે ટ્રકચાલકની શોધખોળ હાથ ધરી
છે આશાસ્પદ છાત્રાના મોતથી સગર પરિવારમાં શોક વ્યાપી ગયો છે.
શહેરની આરટીઓ કચેરી પાસે આવેલ મનહર સોસાયટીમાં રહેતી અને આરટીઓ કચેરી નજીક આવેલ માસુમ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી દિશા હંસરાજભાઇ બેલડીયા નામની 15 વર્ષીય સગર વિદ્યાર્થીની ગત સાંજે ચારેક વાગ્યે શાળાએથી છૂટીને ઘર તરફ જતી હતી ત્યારે જી ટી જે 5436 નંબરના ટ્રકચાલકે પુરપાટ ઝડપે ટ્રક ચલાવી ઘરે જતી વિદ્યાર્થિનીને ઠોકરે ચડાવતા તેણીને ગંભીર ઇજા પહોંચી હતી અકસ્માત સર્જી ટ્રકચાલક નાસી જતા લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા ઘટનાની જાણ થતા તેણીના કાકા અજયભાઇ સહિતના પરિવારજનો દોડી ગયા હતા અને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડી હતી પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેણીએ દમ તોડ્યો હતો ઘટનાને પગલે બી ડિવિઝન પીએસઆઇ વી કે ઝાલા સહિતનો કાફલો દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી મૃતક છાત્રા બે બેન અને એક ભાઇમાં મોટી હોવાનું અને તેના પિતા ગ્રીનલેન્ડ ચોકડી પાસે ભંગારનો ધંધો કરતા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે સગર પરિવારમાં શોક વ્યાપી ગયો છે.