ઓખા-વારાણસી, ઓખા-ગુવાહાટી અને ગાંધીધામ-કામાખ્યાના રૂટમાં ફેરફાર

 ગુર્જર આંદોલનની સતત ચોથા દિવસે પણ અસર
રાજકોટ તા.14
રાજસ્થાનમાં ગુર્જરો દ્વારા અનામતની માંગણી સાથે ચાર પાંચ દિવસથી પ્રદર્શન કરી રહ્યા છે. તેની અસર સતત સૌરાષ્ટ્રના રેલવે પર પડી રહી છે. સતત ચાર દિવસમાં કેટલીક ગાડીઓ રદ કરવી પડી છે અને કેટલીક ગાડીઓના રૂટમાં ફેરફાર કરવો પડી રહ્યો છે. તેમજ આજની સૌરાષ્ટ્ર તરફ આવતી જતી ત્રણ ટ્રેનોના રૂટમા ફેરફાર કરવામાં આવ્યો છે. પશ્ર્ચિમ મધ્ય રેલવેના કોટા ડિવીઝનના માઘોપુર-બિયાના જંકશનના મલારના-નિમોક્ષ સ્ટેશન વચ્ચે આવેલ ફાટક નં.167 પર
આંદોલનના કારણે આજની ટ્રેન નં. 22969 ઓખાથી ઉપડી ઓખા-વારાસણી એક્સપ્રેસના રૂટમા ફેરફાર કરાયો છે. જે નાગદા, મક્સી, ગ્વાલીયર થઇ ચાલશે. આવતીકાલની ઓખાથી ઉપડતી ટ્રેન નં. 15365 ઓખ-ગુવાહાટી એકસપ્રેસ અમદાવાદ, પાલનપુર, બાંદીકુચ અને ભરતપુરથી ચાલશે તેમજ તા.16મીના ગાંધીધામથી ઉડપતી ટ્રેન નં.15667 ગાંધીધામ-કામાખ્યા નાગદા એસ હિરદારામ નગર, બીના અને આગરોકટ રૂટ ઉપર ચાલશે. ઉપરોકત ફેરબદલ યાત્રિકો ધ્યાન રાખે તેવી રેલવે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.