મહેબૂબા મુફ્તીએ માગ્યા આતંકી અફઝલના અવશેષો

  • મહેબૂબા મુફ્તીએ માગ્યા આતંકી અફઝલના અવશેષો
  • મહેબૂબા મુફ્તીએ માગ્યા આતંકી અફઝલના અવશેષો
  • મહેબૂબા મુફ્તીએ માગ્યા આતંકી અફઝલના અવશેષો

શ્રીનગર: કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગ્યું ત્યારબાદથી રાજનૈતિક પાર્ટીઓએ સંવેદનશીલ મુદ્દા પર વિવાદી નિવેદન આપીને વોટબેંક સાધવાના પ્રયત્નો શરુ કરી દીધા છે. આ જ ક્રમમાં કશ્મિરના પૂર્વ મુખ્યપ્રધાન મહેબૂબા મુફ્તિએ
વિવાદિત નિવેદન આપતા કહ્યું છે કે અફઝલ ગુરુને ફાંસી નહોતી થવી જોઈતી. અફઝલની ફાંસી રોકવા માટે અમે રાષ્ટ્રપતિને પત્ર લખ્યો હતો. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહેબૂબા મુફ્તીએ કહ્યું કે સરકારને અમે પહેલાં જ ચેતવી હતી કે રાજ્યમાં જો ડિવિઝન બનાવવામાં આવી રહ્યું છે તો પછી પંજાલ અને ચેનાબ માટે પણ ડિવિઝન બનાવવું જોઈએ. માત્ર લદ્દાખનું જ ડિવિઝન બનાવવાથી પીર પંજાલ અને ચેનાબના લોકો અસહજ બની જશે. સરકાર આવું કરીને રાજ્યમાં આગ સાથે રમવાનું કાર્ય કરી રહી છે. માત્ર આટલું જ નહી પરંતુ મહેબૂબા મુફ્તીએ અફઝલ ગુરુના  શરીરના અવશેષને કાશ્મીરમાં પાછા લાવવાને લઈને પોતાની સહમતી દર્શાવી છે. હકીકતમાં મુફ્તીએ આવું કરીને પીડીપી સાંસદના સૂરમાં સૂર પુરાવ્યો છે. આ પહેલા પીડીપીના સાંસદ મીર મહોમ્મદ ફયાઝે વડાપ્રધાન મોદીને પત્ર લખીને સંસદ હુમલાના દોષિત અફઝલ ગુરુ અને જેકેએલએફના નેતા મકબૂત ભટ્ટના શરીરના અવશેષ પાછા આપવાની માંગ કરી છે. મીરનો તર્ક છે કે આવું કરવાથી કાશ્મીરમાં અલગાવની ભાવના ઓછી થશે. મીરનું કહેવું છે કે જો સરકાર આવું કરે છે તો લાંબા સમયથી લાગેલા ઘા પર મલમ લગાવવાનું કામ થશે.