બોમ્બે બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ અબુ બકર ઝડપાયો

 ભારતીય સુરક્ષા એજન્સીઓને મોટી સફળતા, બકર સહિત બે મોસ્ટ વોન્ટેડ આતંકીઓને દુબઈમાંથી દબોચ્યા
મુંબઈ તા,14
1993માં મુંબઈમાં થયેલા સીરિયલ બોમ્બ બ્લાસ્ટ મામલે ભારતીય એજન્સીઓને દુબઈમાં મોટી સફળતા મળી છે. આ મામલામાં ભારતીય સુરક્ષા એજન્સીઓએ ભારતનાં બે મોસ્ટ વોન્ટેડ આતંકીઓને દબોચ્યા છે. ઝડપી લેવામાં આવેલા આતંકીઓની ઓળખ અબૂ બકર તરીકે થઇ છે. અબૂ બકર પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ટ્રેનિંગ, આરડીએક્સ લાવવા અને અંડરવર્લ્ડ
ડોન દાઉદ ઇબ્રાહિમનાં દુબઈ સ્થિત ઘર પર આ પ્લાનિંગમાં સામેલ હતો. એજન્સિઓનાં જણાવ્યા પ્રમાણે મુંબઈ બોમ્બ બ્લાસ્ટમાં અબૂ બકર મુખ્ય માસ્ટરમાઇન્ડ્સમાંથી એક હતો અને પાકિસ્તાન તેમજ યૂએઈમાં રહેતો હતો.
એજન્સિઓએ ખુફિયા ઇનપુટનાં આધારે તેને પકડી પાડ્યો છે. અત્યારે લાંબા સમયથી મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં ચાલી રહેલા આ બંને આતંકવાદીઓનાં પ્રત્યાર્પણ માટે ભારતીય એજન્સિઓ પ્રયત્ન કરી રહી છે. અબૂ બકરનું પુરુ નામ અબૂ બકર અબ્દુલ ગફૂર શેખ છે જે મુહમ્મદ અને મુસ્તફા દૌસાની સાથે સ્મગલિંગમાં સામેલ હતો. અબૂ બકરે સોના, કપડા અને ઇલેક્ટ્રોનિક ઉપકરણોની ખાડી દેશોથી મુંબઈ અને આસપાસનાં લેંડિગ પ્વાઇંગમાં સ્મગલિંગ કર્યું હતુ. અબૂ બકર સામે 1997માં રેડ કોર્નર નોટિસ બહાર પાડવામાં આવી હતી અને ત્યારથી ભારતીય એજન્સિઓ તેની શોધમાં હતી, ત્યારે હવે અબૂ બકર દુબઈમાંથી ઝડપાયો છે.
અબૂ બકર દુબઈમાં ઘણા વ્યાપાર સાથે જોડાયેલો છે. તેણે ઇરાનની એક મહિલા સાથે બીજા લગ્ન કર્યા છે. અબૂ બકરનાં પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ઉલ્લેખનીય છે કે મુંબઈમાં 12 માર્ચ 1993નાં રોજ 12 જગ્યાએ શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા, જેમાં 257 લોકો માર્યા ગયા હતા, જ્યારે 713 લોકો ઘાયલ થયા હતા. આ ધમાકાઓ બોમ્બે સ્ટોક એક્ચેંજ, નરસી નાથ સ્ટ્રીટ, શિવ સેના ભવન, સેંચુરી બજાર, માહિમ, ઝવેરી બજાર, સી રોક હોટલસ પ્લાઝા સિનેમા, જૂહૂ સેંટૂર હોટલ, સહારા એરપોર્ટ અને એરપોર્ટ સેંટૂર હોટલની આસપાસ થયા હતા. બે કલાક દરમિયાન 13 બોમ્બ બ્લાસ્ટમાં 27 કરોડની સંપત્તિને પણ નુકસાન થયું હતુ.
આ મામલે 4 નવેમ્બર 1993નાં 10000 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં 189 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. આ ધમાકાઓમાં દાઊદ ઇબ્રાહિમને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો, જો કે તેની ધરપકડ હજુ સુધી થઇ શકી નથી. વર્ષ 2006માં મુંબઈની અદાલતે જે લોકોને બોમ્બ બ્લાસ્ટમાં દોષી ઠેરવ્યા તેમાં ટાઈગર મેમણ, યાકૂબ મેમણ, યૂસુફ મેમણ સામેલ હતા. જ્યારે આ ધમાકાઓમાં દોષી મુસ્તફા દૌસાનું વર્ષ 2017માં મુંબઈની એક હોસ્પિટલમાં મોત થઇ ગયું હતુ, જ્યારે યાકૂબ મેમણને ફાંસી થઇ ચુકી છે.