પરંપરાગત લાલડુંગરીથી રાહુલ ગાંધીનો નગારે ઘા

 ઈન્દિરા ગાંધીની પરંપરાને જાળવતા રાહુલ ગાંધી, લોકસભા ચૂંટણી પ્રચારના કર્યા શ્રીગણેશ
અમદાવાદ તા,14
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરૂવારે ધરમપુરના લાલડુંગરીથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરશે. પરંપરાગતપણે અહીંથી શરૂ થતો ચૂંટણી પ્રચાર કોંગ્રેસને ફળતો હોવાની માન્યતા છે. આથી, કોંગ્રેસીઓ તો ગેલમાં આવી જ ગયા છે પરંતુ તેમની સાથે આદિવાસી પટ્ટીમાં
ઉત્સાહનો માહોલ જણાઈ રહ્યો છે. વિતેલા સમયમાં ઈન્દીરા ગાંધી અને સોનિયા ગાંધી પણ લોકસભા ચૂંટણી પૂર્વે ગુજરાતમાં ચૂંટણી પ્રચારની શરૂઆત વલસાડના લાલડુંગરીથી કરતા આવ્યા છે.
આદિવાસી મતદારો ધરાવતા આ વિસ્તારમાં ગુરૂવાર બપોરે અઢી વાગ્યાની આસપાસ રાહુલ સભા યોજાશે. લાલડુંગરી ખાતે દક્ષિણ ગુજરાતમાંથી દોઢ-બે લાખની વસ્તી એકત્ર કરવા કોંગ્રેસીઓ મેદાને લાગ્યા છે. કાર્યકરોને લાવવા લઈ જવા નવસારી કોંગ્રેસના આગેવાનોએ દ્વારા ભાડેથી બસ આપવા માટે કરેલી માંગણી લગ્નની ટ્રીપોનું કારણ આપીને નકારવામાં આવી હતી. પ્રદેશની ટીમ કોંગ્રેસ સાથે રાહુલ ગાંધી બેઠક યોજશે.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુરૃવારે ધરમપુર તાલુકાના લાલડુંગરી ખાતે ચૂંટણીલક્ષી જાહેરસભા માટે આવી રહ્યા છે. કોંગ્રેસી આગેવાન ગૌરવ પંડયાના જણાવ્યાનુસાર, રાહુલ ગાંધી ગુરૃવારે બપોરે 1-30 વાગ્યાની આસપાસ લાલડુંગરી ખાતે સભાસ્થળની નજીક બનાવેલા હેલીપેડ પર હેલીકોપ્ટરમાંથી ઉતરશે અને સીધા સભાસ્થળે જનસભા સંબોધવા માટે જશે. આ રેલીમાં દક્ષિણ ગુજરાતમાંથી દોઢથી બે લાખની જનમેદની ઉમટી પડવાનો દાવો કોંગ્રેસી આગેવાનો કરી રહ્યા છે. સભામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત
રાહુલ ગાંધીની સભાને લઇને દ.ગુજરાતની આદિવાસી પટ્ટી પર ભાર ઉત્સાહ જણાય રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાંથી આ રેલીમાં આશરે દોઢથી બે લાખની જનમેદની આવશે તેવી શક્યતાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે. વલસાડના ડી.એસ.પી. સુનીલ જોશીની આગેવાનીમાં 7 ડી.વાય.એસ.પી., 9 પી.આઇ., 55 પી.એસ.આઇ., 520 પોલીસકર્મીઓ તથા 200 હોમગાર્ડના સ્ટાફને તૈનાત કરાયા છે.