વૈશ્ર્વિક વસતી વધારાના એક સૈકામાં હિન્દુઓ વધ્યા 1%, મુસ્લિમ 10%

વોશિંગ્ટન તા,14
હાલ દુનિયામાં ખ્રિસ્તી ધર્મ પાળનારાની સંખ્યા સૌથી વધુ છે, પરંતુ 2050 સુધી દુનિયાનો નકશો બદલાઈ શકે છે. વર્લ્ડ રિલિજિયન ડેટાબેઝે 1910થી 2010 સુધીની વસતીનો ધર્મ પ્રમાણે અભ્યાસ કરીને અહેવાલ તૈયાર કર્યો છે કે, 100 વર્ષમાં ઈસ્લામ સૌથી ઝડપથી પ્રસરતો ધર્મ છે, જ્યારે તેના પછી નાસ્તિકોે છે. 2017માં પ્યૂ રિસર્ચ સેન્ટરે પણ તેમના એક અહેવાલમાં 2050 સુધી વિશ્વમાં મુસ્લિમ ધર્મ પાળનારા લોકોની સંખ્યા વધી જશે એવો દાવો કર્યો હતો.
વર્લ્ડ રિલિજિયન ડેટાબેઝ પ્રમાણે, દુનિયામાં 1910માં કુલ વસતીના 34.8 ટકા ખ્રિસ્તી હતા, જે 2010માં ઘટીને 32.8 થઈ ગયા છે. એજ રીતે, 1910માં મુસ્લિમો કુલ વસતીના 12.6 ટકા હતા, જે 2010માં વધીને 22.5 થઈ ગયા છે. જોકે, હિંદુઓની વસતી 100 વર્ષમાં માંડ એક ટકો વધી છે. 1910માં હિંદુઓ 12.7 ટકા હતા, જ્યારે 2010માં તેઓ વિશ્વની કુલ વસતીના ફક્ત 13.8 ટકા સુધી પહોંચ્યા છે. રસપ્રદ વાત એ છે કે, નાસ્તિકોની સંખ્યા 1910માં વૈશ્વિક વસતીના 0.2 ટકા હતી, જે 1910માં 9.8 થઈ ગઈ છે. ચીનમાં તાઓ જેવા લોકધર્મ
પાળનારાની સંખ્યા છેલ્લાં 100 વર્ષમાં 22.2 ટકાથી ઘટીને 6.3 થઈ ગઈ છે.
2010થી 2015 વચ્ચેના બાળ જન્મ-મૃત્યુનો અભ્યાસ મુજબ મુસ્લિમોમાં આ ગાળામાં જન્મેલા કુલ 21.3 કરોડ બાળકોમાંથી 6.1 કરોડનું મૃત્યું થયું. ખ્રિસ્તીઓમાં આ ગાળામાં જન્મેલા 22.3 કરોડ શિશુમાંથી 10.7 કરોડનું મૃત્યું થયું. યુરોપમાં આ ગાળામાં ખ્રિસ્તીઓ 56 લાખ ઘટી ગયા. ધર્માંતરણની ભૂમિકા નહિવત્
રિપોર્ટ મુજબ મુસ્લિમોની વસતી વધવામાં ધર્માંતરણની ભૂમિકા માત્ર 0.3 ટકા છે. બીજા શબ્દોમાં કહીએ તો, 2010 અને 2015 વચ્ચે માંડ પાંચ લાખ લોકોએ બીજો ધર્મ છોડીને ઈસ્લામ અંગીકાર કર્યો છે. મુસ્લિમોની વસતી વધવાનું સૌથી મોટું કારણ મૃત્યુદરમાં ઘટાડો અને જન્મ દરમાં વધારો છે.
મોસ્ટ ફટાઈલ લેડીઝ
વર્લ્ડ રિલિજિયન ડેટાબેઝના આંકડા પ્રમાણે, દુનિયામાં દરેક સ્ત્રી સરેરાશ 2.5 ટકા બાળકને જન્મ આપે છે, પરંતુ દરેક મુસ્લિમ સ્ત્રી સરેરાશ 3.1 બાળકને જન્મ આપે છે, જ્યારે ખ્રિસ્તીઓમાં આ આંકડો 2.7 છે. હિંદુઓમાં આ સરેરાશ 2.4 અને બૌદ્ધોમાં 1.6 છે.