રામ ફક્ત હિન્દુઓના જ નહીં, આખી દુનિયાના ભગવાન: ફારૂક અબ્દુલા

 જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ સામાજિક સમરસતાની તરફેણ કરી: મોદીને ગણાવ્યા દેશ માટે ખતરો
નવી દિલ્હી તા,14
દક્ષિણપંથ પર પ્રહાર કરતા નેશનલ કોન્ફ્રેંસનાં નેતા ફારૂક અબ્દુલ્લાએ પુછ્યું કે શું રામ ફક્ત હિંદુઓનાં ભગવાન છે? અને એ વાત પર ભાર આપ્યો કે બધા ધર્મનાં લોકોને દેશમાં સમ્માન સાથે જીવવાનો અધિકાર છે. અબ્દુલ્લાએ આપ દ્વારા આયોજિત વિપક્ષની મહારેલીમાં કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભાજપા અદ્યક્ષ અમિત શાહને આગામી લોકસભા ચૂંટણીમાં હરાવવા જોઇએ, કેમકે લોકતંત્ર અને સંવૈધાનિક મૂલ્યો માટે ખતરો છે.
જમ્મૂ-કાશ્મીરનાં પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, જ્યાં સુધી આપણા દિલ સાફ નહીં થાય ત્યાં સુધી તેમને સરળતાથી હટાવી શકાશે નહીં. જો દેશને બચાવવો છે તો આપણે પહેલા કુરબાની આપવાની જરૂર છે અને આવું દેશ માટે કરો, ના કે ખુરશી માટે. અબદુલ્લાએ કહ્યું કે, આજે આપણે ધાર્મિક આધાર પર હિંદુઓ અને મુસલમાનોમાં વહેંચાયેલા છીએ. હું હિંદુઓને પુછવા માંગુ છું કે શું રામ ફક્ત તમારા રામ છે? આ પવિત્ર ગ્રંથોમાં લખવામાં આવ્યું છે કે રામ પુરી દુનિયાનાં ભગવાન છે. તેઓ સૌના ભગવાન છે. આપણે આપણી લડાઈ ભૂલવાની જરૂર છે.
તેમણે અફસોસ સાથે જણાવ્યું કે મુસ્લિમ સમુદાયનાં લોકોને જણાવવામાં આવે છે કે તેમને શું નથી કરવાનું, અને કહ્યું કે શું આ દેશ
તેમના આકાઓનો દેશ છે? તેમણે કહ્યું કે આ દેશમાં બધા ધર્મનાં લોકોને જીવવાનો અધિકાર છે. હિંદુ, મુસ્લિમ, સિખ, ઈસાઈ આપણે બધા જ ભાઈ-ભાઈ છીએ, અને ભારત દરેક ભારતીય માટે છે. આ પહેલા દિલ્હીનાં જંતર-મંતર પર થયેલી આપની રેલીમાં ઘણા વિપક્ષી દળો સામેલ થયા. આ રેલીને પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી, ટીડીપી પ્રમુખ એન ચંદ્રબાબૂ નાયડુ, નેશનલ કોન્ફ્રેંસનાં ફારૂક અબ્દુલ્લા, રાકાંપાનાં શરદ પવાર અને માકપાનાં સીતારામ યેચુરીએ સંબોધિત કરી હતી.
આ રેલીમાં મમતા બેનર્જીએ કહ્યું હતુ કે લોકતંત્ર નનમોતંત્રથમાં સામેલ થઇ ગયું છે અને દેશમાં સ્થિતિ ઇમરજન્સીથી પણ વધારે ખરાબ છે. ઉલ્લેખનીય છે કે બુધવાર સાંજે વિપક્ષી નેતાઓની બેઠક એનસીપી પ્રમુખ શરદ પવારનાં દિલ્હી સ્થિત ઘરે મળી હતી. બેઠકમાં મમતા બેનર્જીએ કહ્યું હતુ કે અમે રાષ્ટ્રીય સ્તરે મળીને કામ કરશું. તેમણે ચૂંટણી પહેલા ગઠબંધનની પણ વાત કરી હતી.