મરઘી જેવો ડ્રેસ, કેમેરા સામે બોયફ્રેન્ડને કિસ...

61મા ગ્રેમી એવોર્ડમાં રેડ કાર્પેટ પર ફેશનનો મેળો જામ્યો હતો. અહીં એકથી એક અતરંગી ડિઝાઇનનાં ડ્રેસમાં સ્ટાર્સ જોવા મળ્યા હતા. કૈટ પેરીએ સૌથી અજીબ સ્ટાઇલનો ડ્રેસ
પહેરીને આકર્ષણ જગાવ્યું હતુ. તો કાર્ડી બી પણ કંઇક હટકે અંદાજમાં જોવા મળી હતી. તેના ડ્રેસને જોઇને કેટલાક લોકો વિચારવા લાગ્યા કે આખરે તેણે ડ્રેસ પહેર્યો કઇ રીતે? તો એના કેંડ્રિકનો ડ્રેસ ઘણો જ સ્પેશલ હતો જેમાં તે સુંદર લાગી રહી હતી. તો જાડા પિંકેટની ડ્રેસ જોઇને તમને મુરઘીની યાદ આવી જશે. સ્ટાર્સ દ્વારા પહેરવામાં આવતા આ કપડા જેટલા અજીબ હોય છે તેટલા જ મોંઘા પણ હોય છે. હેનેસી કૈરોલીનાએ પોતાની સ્ટાઇલથી
સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતુ. તો જીનીનાં ડ્રેસને જોનારાની આંખો ચોંકી ગઇ હતી
અને તેના કપડા પરથી કોઇન નજર હટી નહોતી. જો કે આ ઇવેન્ટમાં સૌનું ધ્યાન ખેંચીને મંત્રમુગ્ધ કરવામાં દિલજીત દોસાંઝની સૌથી ફેવરેટ કાઇલી જેનર રહી હતી. મોડલ અને રિયલિટી સ્ટાર કાઇલી જેનર પોતાના બોયફ્રેન્ડ અને રૈપર ટ્રેવિસ સ્કોટ સાથે અહીં પહોંચી હતી અને તેણે તેને કિસ પણ કરી હતી.