24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ

 અમદાવાદમાં આવેલા પાર્લરમાં ‘ધ માઈટી મિડાસ’નો ભાવ
રૂા.1 હજાર, ફક્ત!
અમદાવાદ તા.14
જો કોઇ તમને અચાનક જ કહે કે ચાલો તમને સોનાનું આઈસક્રીમ ખડવાડું છું તો તમે વિચારમાં પડી જશો પરંતુ હવે આ સપનાની વાતને એક જાણીતા આઈસક્રીમ પાર્લરે સત્ય બનાવી દીધું છે. તેમણે 24 કેરેટ ગોલ્ડ પ્લેટેડ આઈસક્રીમ બનાવ્યો છે.
ભારતીય સંસ્કૃતિમાં સોના અને ચાંદીનું વરખ સદીઓથી ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ તેના ખાવાથી કેટલાંક ફાયદા થાય છે જેને વિજ્ઞાનનું પણ સમર્થન છે. મુંબઇના હર્બર એન્ડ હોલી આઈસક્રિમ પાર્લરે 24 કેરેટનો સોનાનો આઈસક્રીમ બનાવ્યો છે. તેને નામ પણ આપ્યું છે આઇસક્રીમમાં 24 કેરેટ ગોલ્ડ ફોઈલ ઉપરાંત 16 ઈનક્રેડિબલ એલિમેન્ટસ નાખવામાં આવ્યા છે. કંપનીએ આ આઈસક્રીમ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા છે. આ આઈસક્રીમ પાર્લર 3 શહેરોમાં છે. મુંબઇ, અમદાવાદ અને હૈદરાબાદ. ધ માઈટી મિડાસ નામના આઈસક્રીમ કેરમલાઈઝડ આલમન્ડસ, બ્રાઉની, નટી પ્રેલાઈન બોલ્સ, ફજ, બેલ્જિયમ ચોકલેટ આઈસ્ક્રીમ, ગોલ્ડન ટોપિંગ્સમાં 24 કેરેટ ગોલ્ડ ફોઇળ ફ્લેક્સ, પેશન ફ્રુટ અને બીજા પણ ઘણા ઈનિગ્રેડીયન્ટ્સ ઉમેરવામાં આવે છે. સોશિયલ મીડીયા ક્ધટેન્ટનું માનીએ તો આ સોનાના આઈસક્રીમની કિંમત 1000 રૂપિયા છે. શું તમે પણ એક આઈસ ખર્ચવા તૈયાર છો. તો તમે ખરા આઈસક્રીમ લવર્સ છો. આમ તો નિર્ણય તમારી પર જ છે કે આટલું મોંઘુ આઈસક્રીમ ખાવો કે નહીં!