‘ગલી બોય’ રણવીરના રંગરંગીલા પગરખાં

 આજે ‘વેલેન્ટાઈન-ડે’ પર રિલિઝ થઇ
રહેલી ફિલ્મ
મુંબઇ તા.14
રણવીર સિંહ હાલ તેની અપકમિંગ ફિલ્મ ગલી બોયના પ્રમોશમાં વ્યસ્ત છે આ ફિલ્મના પ્રમોશન માટે રણવીર સિંહ કોમલ નાહટાના શો પર પહોંચ્યાં હતા. પરંતુ આ શોને શૂટ કરતા પહેલા રણવીરના જૂતા વાયરલ થઇ ગયા છે.
રણવીર સિંહ બોલીવુડમાં તેના અતરંગી ફેશન સેંસ માટે જાણીતા છે. ચેટ શો પર રણવીર કલરફુલ શૂજ પહેરીને ગયા. ફોટોગ્રાફર્સને પોઝ આપતા રણવીરના જૂતા તરફ લોકોનું ધ્યાન હતું. સોશિયલ મીડિમાં એક વીડિયો સામે આવ્યો છે. જેમા રણવીર સિંહના જૂતા જોઇને ફેન્સ ચીયર કરતા નજરે પડી રહ્યા છે.
જણાવી દઇએ કે રણવીર સિંહ-આલિયાભટ્ટી ફિલ્મ ગલી બોય આજે વેલેન્ટાઇન ડેના દિવસે 14 ફેબ્રુઆરીએ રિલીઝ થઇ રહી છે. ફિલ્મને જોયા અખ્તરે ડિરેક્ટ કરી છે. ફિલ્મની કહાની મુંબઇના સ્ટ્રગલિંગ રૈપર ડિવાઇન અને નેજીની લાઇફથી જોડાયેલી છે.