‘આઉટ નહીં થા તો વ્હિલચેર મગાવીશું’: પૂજારા સાથે સ્લેજિંગ

નવી દિલ્હી તા.14
ટીમ ઈન્ડિયાનું વર્ષ 2018-19 ઓસ્ટ્રેલિયા ટૂરને લઇ ખૂબજ ખાસ રહ્યું. આ ટૂરમાં ભારતીય ટીમે ટેસ્ટ અને વનડે સિરીઝમાં ઐતિહાસિક વિજય મેળવ્યો છે. જ્યારે ટેસ્ટ સિરીઝની આ ઐતિહાસિક જીતમાં ચેતેશ્વર પુજારાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમને સિરીઝની 4 મેચોમાં લગભગ 75ની સરેરાશથી સૌથી વધુ 521 રન બનાવ્યા હતા. જેમાં 3 સેંચુરી સામેલ છે જેના કારણે ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં પહેલીવાર ટેસ્ટ સિરીઝ(2-1) જીતી છે.
આ દરમિયાન એક ખાસ ઘટના બની હતી. જ્યારે પુજારા એરપોર્ટ જવા માટે કારમાં રાહ જોતા હતા ત્યારે કેટલાક ફેન્સ તેમની પાસે આવ્યા અને સેલ્ફી લેવા માટે માગ કરવા લાગ્યા. જ્યારે આ વિશે પુજારાને પુછવામાં આવ્યું કે આ પહેલા પણ આવું ક્યારે બન્યું હતું ત્યારે પુજારાનો જવાબ હતો ના.
ઓસ્ટ્રેલિયાના ટૂર પર સ્લેજિંગની પણ ઘણી ઘટનાઓ બની હતી. એક વાર એમ બન્યું કે પુજારાની બેટિંગની ત્રાસીને નાથન લિયોને કહ્યું કે બેટિંગ કરીને બોર નથી થયા. આ વિશે જ્યારે પુજારાને પૂછવામાં આવ્યું તો તેમને કહ્યું કે હાં મને આવી કોઈ અપેક્ષા નહોતી કે કોઈ આવું કહેશે. વધુ ઉમેરતા તેમને કહ્યું કે,આ પહેલા પણ જ્યારે અમે 2017માં રાંચીમાં ઓસ્ટ્રેલિયા સાથે ટેસ્ટ મેચ રમી રહ્યાં હતા ત્યારે મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના એક ખિલાડીએ મારી પાસે આવીને કહ્યું કે, જો તમે આઉટ ન થયા તો અમે વ્હીલચેર મંગાવી લઈશું. એ સમય હું 170થી વધુ રન બનાવીને રમી રહ્યો હતો. એ મારી માટે ઓસ્ટ્રેલિયાની સૌથી સારી અને સર્વશ્રેષ્ઠ સ્લેજિંગ હતી.