‘હું જીવું છું’: રૈનાનું ટ્વિટ

 સોશિયલ મીડિયા પર મોતની અફવાથી સુરેશ રૈના પરેશાન...  યુ-ટ્યૂબ પર ખોટા સમાચાર ચલાવનાર ચેનલો વિરુધ્ધ રિપોર્ટ
નવી દિલ્હી તા.14
ભારતીય ક્રિકેટ ટીમમાં વાપસીની કોશિશ કરી રહેલા સુરેશ રૈના હાલમાં એક ખાસ કારણથી પરેશાન છે. જી નહી, તેમની પરેશાનીનું કારણ ફિટનેસ નહી, પરંતુ બીજૂ જ કંઇક છે. ખરેખર, યૂટ્યૂબ પર કેટલાક લોકોએ વીડિયો શેર કરતા તેમના નિધનની વાત કહી હતી. આ અફવાહથી પરેશાન ક્રિકેટર સુરેશ રૈનાએ સોમવારે ટ્વિટર પર પોતાના પ્રશંસકોને આ અફવા પર ધ્યાન ન આપવા અપિલ કરી છે.
તેમણે પોતાના ટ્વીટર પર કહ્યું- ગત કેટલાક દિવસોથી યૂટ્યૂબ પર મારા કાર એક્સિડન્ટની ખબર ફેલાવવામાં આવી રહી છે. આ ફેક ખબરથી મારો પરિવાર અને મારા મિત્રો ખુબ જ પરેશાન છે. મારૂ આપ તમામ તમામ લોકોથી નિવેદન છે કે, આ ખબરને નજરઅંદાજ કરો. ભગવાનની કૃપાથી હું તદ્દન ઠીક છું. જે ચેનલોએ આ પ્રકારની અફવાહો ફેલાવી છે. તે રિપોર્ટ કરવામાં આવ્યા છે અને આશા છે કે, તેમના વિરૂદ્ધ ખુબ જ જલ્દી સખત પગલા ભરવામાં આવશે.