સિલેક્ટર ઉપર હુમલો કરનાર ક્રિકેટર પર આજીવન પ્રતિબંધ

 પસંદગી નહી થતાં દિલ્હીના નવોદિત ખેલાડીએ અમિત ભંડારી પર કર્યો હતો હોકીથી હુમલો
નવી દિલ્હી તા,14
ડીડીસીએની સિલેક્શન કમિટીના હેડ અને ભારતના પૂર્વ ક્રિકેટર અમિત ભંડારી પર હુમલો કરનાર ક્રિકેટર અનુજ ડેઢા અને તેના ભાઈ નરેશને દિલ્હી એન્ડ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિયેશન (ડીડીસીએ)એ આજીવન પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે. આ અંગે ડીડીસીએના અધ્યક્ષ રજત શર્માએ આ ખેલાડીઓ પર પ્રતિબંધ લગાવવાની સાથે ભંડારી પર કેટલાક ખાસ ખેલાડીઓને પસંદ કરવા માટેની દબાણ સંબંધી ફરિયાદોની તપાસ શરૂ કરવા પણ કહ્યું હતું. રજત શર્માએ કહ્યું કે, આ મામલે બુધવારે મિટિંગ બોલાવાશે અને આ બંને ભાઈઓને સજા આપવા અંગે ચર્ચા થશે. દિલ્હીના પૂર્વ કેપ્ટન ગૌતમ ગંભીરે આજીવન પ્રતિબંધ લગાવવા સૂચવ્યું છે. હું ગંભીરના આ સૂચનથી સહમત છું અને તેમના પર આજીવન પ્રતિબંધ લગાવવાની હવે માત્ર પચારિકતા જ બાકી રહી છે.