પ્રભુ તારી પ્રીતના રંગે રંગાઉ...

કર સાહિબ સે પ્રીત રે મન કર સાહિબ સે પ્રીત
ઐસા સમય બહુરિ નહીં પૈહો ગઈ હૈ અવસર બીત
તન સુંદર છબી દેખ ન ભૂલો યે બાલો કી રીત
સુખ સંપત્તિ સપને કી બાતિયાં જૈસે તૃણ પર તીત
જાહિ કર્મ પરમ પદ પાવૈ સોઈ કર્મ કર મીત
સરન આયે સો સબ હી ઉગારે યહી સાહિબ કી રીત
કહત કબીર સુનો ભઈ સાધો ચલી હો ભવજલ ગીત
રે મન કર સાહિબ સે પ્રીત
આ પદમાં કબીર સાહેબ પ્રભુ સાથે પ્રીત કરવાનું કહે છે. હીરા જેવો મનુષ્ય ભવ મળ્યો છે,પ્રભુને ભજવા શરીર મળ્યું છે તો શા માટે પ્રભુ સાથે પ્રીત કરી આ જન્મ સાર્થક ન કરવો? જેમ ઘાસ પર બેઠેલ જીવડું આપણને દેખાતું નથી પરંતુ સમય જતાં ઉડી જાય છે અને ઘાસ રહી જાય છે એવું જ આત્માનું છે, સમય આવ્યે શરીર રહી જશે અને આત્મા જતો રહેશે તો પછી પ્રભુ સાથે ચિત્ત જોડી શા માટે આપણા આત્માનું કલ્યાણ ન કરવું?
આજે વેલેન્ટાઈન-ડેના દિવસે વ્યક્તિ સાથે પ્રીત કરવાના બદલે પ્રભુ સાથે પ્રિત કરીને મોક્ષની અણમોલ ભેટ મેળવીએ.આ સમગ્ર વિશ્ર્વ પ્રેમ પર ટકી રહ્યું છે કોઈપણ વ્યક્તિ પ્રેમ વગર જીવી શકતો નથી આપણે એક જ પરિવારમાં માતા-પિતા ભાઈ બહેન સાથે રહીએ છીએ. વિચારોમાં મતભેદ નાના-મોટા ઝઘડા છતાં બધા સાથે જ રહીએ છીએ એનું કારણ છે પ્રેમ રૂપી કડી બધાને જોડી રાખે છે. ફક્ત પરિવાર જ શા માટે મિત્રો, સગા, સંબંધી પડોશી દરેક સાથે ક્યાંક ને ક્યાંક તો લાગણી હોય જ છે અને તેના કારણે જ આ સમાજ ટકી રહયો છે. પ્રેમનું સ્વરૂપ ભલે અલગ અલગ હોય તેને પ્રેમ,વાત્સલ્ય ,વ્હાલ ,હેત વગેરે નામ આપીએ પરંતુ એ દરેકનો અનુભવ તો એક જ હોય છે, અહેસાસ એક સરખો હોય છે. પ્રેમ હોય છે ત્યાં આપણને કોઇ ફરિયાદ હોતી નથી ઊલટું એકબીજા માટે કરી છૂટવાની ભાવના હોય છે. તેનો પણ આનંદ અનેરો હોય છે તો આવો જ પ્રેમ આપણે પરમાત્મા પ્રત્યે કરીએ તો? એક વખત પરમાત્મા પ્રત્યે નિસ્વાર્થ, સમર્પિત પ્રેમ કરી જુઓ દુનિયાના દરેક સંબંધ ફિક્કા લાગશે. આપણા શાસ્ત્રોમાં ભગવાનના અને ભક્તના અનેક ઉદાહરણો છે. ઉચ્ચ કોટિનો અને શુદ્ધ સમર્પણ ભાવ સહિતનો પ્રેમ મીરા નો કૃષ્ણ પ્રત્યે હતો. દુનિયાના દરેક પ્રેમ સંબંધમાં ભક્ત અને ભગવાનનો સંબંધ શ્રેષ્ઠ માનવામાં આવે છે ,સુંદર માનવામાં આવે છે, સર્વોત્તમ માનવામાં આવે છે. ઈશ્ર્વર પ્રત્યેના પ્રેમ આગળ દરેક સંબંધ ઝાંખા પડે છે. એકવાર વ્યક્તિ પ્રભુ સાથે પ્રીતિ જોડાઈ જાય ભક્તિ રંગાઈ જાય, તેની કૃપામાં ભીંજાઈ જાય તેને સત્ય પ્રેમની અનુભૂતિ થાય છે. આ અનુભૂતિ અવર્ણનીય હોય છે.
આ અનુભૂતિ થાય ત્યારે સમગ્ર વિશ્ર્વ આનંદમય અને અદ્ભુત લાગે છે સર્વ જીવો પ્રત્યે મૈત્રી, કરુણા, પ્રેમ અને શાંતિનો અનુભવ થાય છે તો આવા પ્રીતના રંગે રંગાવા તૈયાર થઈ જઈએ.આજે વેલેન્ટાઈનડેના દિવસે પ્રભુ સાથે પ્રીતથી જોડાઈને પ્રભુને કહીએ ઇય ખુ ટફહયક્ષશિંક્ષય.