ગુજરાત વિદ્યાપીઠ ખાતે મેઘાણી ગીતો ગુંજ્યા

મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત અમદાવાદ સ્થિત ઐતિહાસિક ગૂજરાત વિદ્યાપીઠ ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી રચિત-સંપાદિત ગીતો-લોકગીતો-ભજનોનાં સ્વરાંજલિ કાર્યક્ર્મ કસુંબીનો રંગનું ભવ્ય આયોજન થયું હતું. નવી પેઢી આપણાં સાહિત્ય-સંગીત-સંસ્કૃતિની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ રાષ્ટ્રભાવના-દેશપ્રેમ જાગૃત થાય તે આશયથી ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન તથા સ્તંભતીર્થ વીશા શ્રીમાળી જૈન મંડળ (અમદાવાદ) દ્વારા આ પ્રેરક આયોજન કરાયું હતું.