હોટલો, મોલ, દૂકાનોને 24 કલાક ખુલ્લી રાખી શકવાના નિર્ણયને આવકારતા પદાધિકારીઓ

રાજકોટ તા,13
મેયર બિનાબેન આચાર્ય, ડે.મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર એક સંયુક્ત યાદીમાં જણાવે છે કે, રાજ્ય સરકાર દ્વારા શોપ એસટાબ્લીસમેન્ટ કાયદામાં સુધારો કરી રાજ્યમાં હોટલો, મોલ, રેસ્ટોરન્ટ તેમજ દુકાનો 24 કલાક ખુલ્લી
રાખી શકશે તેવો નિર્ણય કરવામાં
આવેલ છે. આ નિર્ણયને આવકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો પદાધિકારીઓએ આભાર માન્યો હતો.
24 કલાક વ્યવસાયની મંજૂરી મળતા વેપારીઓને, કામદારોને ફાયદો મળશે તેમજ રોજગારીમાં પણ વધારો થશે. અને શહેરના નગરજનો પણ દિવસ દરમ્યાન પોતાના વ્યસ્તતાના કારણે દિવસ દરમ્યાન ખરીદી કરવા ન જઈ શકે તો તેઓ રાત્રી દરમ્યાન ખરીદી કરવા જઈ શકશે.
આ ઉપરાંત રાત્રી દરમ્યાન ધંધો કરવા માટે જુદાં જુદાં યોગ્ય નિર્ણયો પણ સાથે કરવામાં આવેલ છે. તેમજ ઓવર ટાઈમ કરનાર કામદારોને પણ ડબલ પગાર આપવાનો પણ નિર્ણય કરેલ છે. આમ ધંધા રોજગારને વેગ અને પ્રોત્સાહન આપવા આવો સુંદર નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયને આગામી વિધાનસભામાં બિલ લાવી કાયદાનું સ્વરૂપ આપવામાં આવશે. તેમ અંતમાં પદાધિકારીઓએ જણાવ્યુ છે.