ભીસ્તીવાડના શખ્સની કાર ઉપર નામીચા શખ્સોનું ફાયરિંગ, શંકાસ્પદ બનાવ

શહેરના પોપટપરા નાલા પાસે મોડી રાત્રે રાજકોટ તા.13
શહેરના પોપટપરા નાલા પાસે મોડી રાત્રે ભીસ્તીવાડના ખિયાણી ભાઇઓ અને બે મિત્રો મળી પાંચ જણા ફોચ્ર્યુનર કારમાંથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે એકટીવા પર આવેલા બે પૈકી એક શખ્સે કારના કાચ પર ફાયરીંગ કર્યાની વાતે પોલીસે તપાસ શરૂ કરી છે. જુના મનદુ:ખમાં આ ઘટના બની હોવાનું ભોગ બનનારા પોલીસને જણાવે છે, જો કે હજુ આ મામલે ગુનો દાખલ થયો નથી.
રાત્રીના સાડા બારેક વાગ્યે ભીસ્તીવાડનો મિરઝાદ અકબરભાઇ ખિયાણી તેની ફોચ્ર્યુનર કાર જીજે3એફબી-963માં પોતાના ભાઇઓ મુસ્તુફા ખિયાણી, અબ્દુલ ખિયાણી અને બે મિત્રો સુનિલ ભકતાણી તથા ધવલ પટેલને બેસાડીને પરસાણાનગરમાંથી પોપટપરા તરફ જતો હતો ત્યારે પોપટપરા નાલા પાસે પહોંચતા બે એકટીવામાં ચાર શખ્સો આવ્યા હતા. જેમાંથી એક શખ્સે કારની ડાબી સાઇડના કલીનર સાઇડમાં કાચ પર ભડાકો કરતાં દેકારો મચી ગયો હતો. બાદમાં આ કારને ભગાવાઇ હતી અને જંકશન પોલીસ ચોકી પાસે પહોંચાડાઇ હતી. ત્યાંથી પોલસ ક્ધટ્રોલ રૂમમાં ધવલ પટેલે ફાયરીંગ થયાનો ફોન કરતાં પ્ર.નગરના પી.આઇ. બી.એમ. કાતરીયા, ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો દોડી ગયો હતો પોલીસને કારનો કાચ ફુટેલો દેખાયો હતો. મિરઝાદ સહિતના પાંચેયએ પોતાના પર તન્વીર ઉર્ફ તનુડો, અકલી, અનીસ, લંઘો ઉર્ફ અફઝલે હુમલો કર્યોનો આક્ષેપ કર્યો હોઇ પોલીસે આ બાબતે તપાસ શરૂ કરી છે. સુનિલના કહેવા મુજબ અગાઉ અનીસ અને મિરઝાદ વચ્ચે કોઇ બાબતે મનદુ:ખ થયું હતું. તે કારણે આ ફાયરીંગ થયું છે. પ્રનગર પીઆઇ કાતરીયાએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે રાત્રીના સમયે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા હતા પરંતુ તેમાં વાહનોની અવરજવર થતી દેખાઈ હતી પરંતુ ફાયરિંગ થયા હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી જેથી હાલ જિલ્લા જેલના સીસીટીવી કેમેરા ચેક કરવા અને ત્યાં તૈનાત રહેતા સિપાઇઓની પૂછપરછ કરવા તજવીજ હાથ ધરી છે ખરેખર ફાયરીંગ થયું કે કેમ? તે અંગે પોલીસે કાર કબ્જે કરી છે અને એફએસએકલની મદદ લેવામાં આવી રહી છે બીજી તરફ મુખ્ય ફરિયાદી મીરઝાદ પોલીસ સમક્ષ નહિ આવ્યો હોય અને તેના મિત્રને મોકલ્યો હોય જેથી બંને જૂથની અંગત અદાવતમાં પોલીસને હાથો બનાવીને ફાયરિંગ જેવો આક્ષેપ કરવામાં આવતો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.