વેપારી પાસેથી ખંડણી માગનાર આરોપીઓએ અન્ય એક યુવાનને હનીટ્રેપમાં ફસાવવા કારસો ઘડેલ

રાજકોટ તા.13
જેતપુરમાં વેપારી પાસેથી એક કરોડની ખંડણી માંગવાના ગુનામાં પકડાયેલા આરોપીઓએ અન્ય એક યુવાનને હનીટ્રેપમાં ફસાવવા કારસો ઘડયાનું ખૂલ્યુ છે. યુવતીની જાળમાં ફસાવી હાગીના લૂંટવાનું કાવતરૂ ઘડયાનો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ જેતપુરમાં વેપારીને ફોન કરી રૂા.1 કરોડની મંડણી જાણી વેપારીની કારનું ટાયર સળગાવી નાખ્યાની ફરિયાદ પોલીસ ચોવડે નોંધાઈ હતી જે ગુનામાં પોલીસે એક સગીર સહિત છ શખસોને ઝડપી પાડયા હતા. પોલીસ તપાસ દરમિયાન આરોપીઓએ જેતપુરના અન્ય એક યુવકને હનીટ્રેપમાં ફસાવવા કારસો ઘડયાનું ખુલ્યું છે.
જેતપુરમાં રહેતા જગજીત ઉર્ફ જગી વસંત ટોેળીયાને લૂંટ કરેલા ફોનમાંથી મેસેજ કરી હનીટ્રેપમાં ફસાવવા કાવતરૂ રચ્યું હતું અને છોકરીના અવાજમાં વાત કરી યુવકને ખોડલધામ પાસે મળવા બોલાવી તેણે પહેરેલા દાગીના અને રૂપિયા લૂંટી લેવાની તૈયારીમાં હતા પરંતુ ભોગ બનનાર જગજીત તેના મિત્રો સાથે આવતા તેમનો પ્લાન નિષ્ફળ ગયો
હતો. આ અંગે પીએસઆઇ એસ.આર.ખરાડીએ તમામ આરોપીઓ વિરૂધ્ધ વધુ એક કાવતરૂ ઘડયાનો અને લૂંટનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.