ધરમપુર બન્યું રાજકીય રણમેદાન, આજે ભાજપનું કાલે કોંગ્રેસનું સંમેલન

રાજકોટ તા.13
આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે આજથી બે દિવસ વલસાડ જિલ્લા ધરમપુર ભાજપ-કોંગ્રેસનું રાજકિય રણમેદાન બન્યુ છે. આજે દરમપુરમાં ભાજપ દ્વારા કલસ્ટર સંમેલન યોજવામાં આવ્યું છે તો કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલગાંધી પણ આવતીકાલે ધરમપુરથી ચૂંટણી પ્રચારનું રણશીંગુ ફૂંકનાર છે.
ધરમપુર ખાતે આજે બપોરે અઢી વાગ્યે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં વલસાડ, ડાંગ, નવસારી અને સુરત લોકસભા બેઠકોનું કલસ્ટર સંમેલન યોજવામાં આવ્યું છે. ભાજપ દક્ષિણ ગુજરાતની બેઠકો
માટે આજથી ચૂંટણી પ્રચારનો શંખ ફૂંકયો છે.
બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આવતીકાલે તા.14ના રોજ બપોરે એક વાગ્યે ધરમપુર ખાતે જાહેર સભા સંબોધી ગુજરાતમાં ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફૂંકનાર છે. આ સંમેલનમાં કોંગ્રેસને દિગ્ગજનેતાઓ હાજર રહી શકતી પ્રદર્શન પણ કરનાર છે. આમ ધરમપુરમાં ભાજપ-કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના સંમેલનથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.