કુલપતિની ચેમ્બર બહાર NSUIના ધરણાં

સૌરાષ્ટ્ર યુનિ.ના સંચાલકોને સદ્બુધ્ધિ દે ભગવાન રામધૂન બોલાવી રાજકોટ તા.13
સૌરાષ્ટ્ર યુનિ.ને શર્મશાર કરનાર અર્થશાસ્ત્ર ભવનના પ્રો.રાકેશ જોશી વિરૂધ્ધ તાકિદે કાર્યવાહી કરવા, એચ.ઓ.ડી.ને પદ પરતથી બરતરફ કરવા સહિતની માંગણી સામે યુનિ.ના કુલપતિની ચેમ્બર બહાર યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા રામધુન બોલાવી ધરણા કરવામાં આવ્યાં હતાં.
સૌરાષ્ટ્ર યુનિ.ના અર્થશાસ્ત્ર ભવનના પ્રો.રાકેશ જોષીએ તેની અંડરમાં પીએચ.ડી. કરતી વિદ્યાર્થીનીની જાતીય સતામણી કરી હોવાની રાવ ઉઠતા યુનિ. માં ચકચાર મચી હતી તે કેસમાં હાલ માત્ર પૂરાવા જ એકત્ર કરવામાં આવી રહ્યા છે અને એક માસ જેટલો સમય થવા છતા હજુ સુધી રાકેશ જોશી સામે યુનિના સત્તાધીશો દ્વારા કોઇ કાર્યવાહી નહી કરતા તેમજ અનેક વખત રજુઆત કરવા છતા પણ યુનિ આ ઘટના પાછળ પડદો પાડતી હોય તેવું પ્રતિત થતા તેમજ સમગ્ર પૂરાવા હોવાની ચર્ચા પણ થઇ રહી છે ત્યારે પિડીતાને ન્યાય અપાવવામાં યુનિ. પાછી પાની કરતી હોય અને પ્રોફેરસને છાવરતી હોવાની ચર્ચા થઇ રહી છે.
સમગ્ર પ્રકરણમાં પ્રકાશ પાડવામાં આવે અને પિડિતાને ન્યાય મળે તેવી માંગણી સાથે આજે યુનિ.માં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ દ્વારા કુલપતિની ચેમ્બર બહાર ધરણા કરવામાં આવ્યા હતા અને શ્રીરામ જય રામ જય જય રામની રામધૂન બોલાવી યુનિ.ના સંચાલકોને સદ્બુધ્ધિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
કુલપતિઓએ વિદ્યાર્થી કાર્યકરોને ચેમ્બરમાં બોલાવતા કાર્યકરોએ અર્થશાસ્ત્ર ભવનના એચ.ઓ.ડી મારવાણીયાને પોતાના હોદા પરથી બરતરફ કરવા અને પ્રા. રાકેશ જોશી સામે તાકિદની કડક કાર્યવાહી કરવા તેમજ પ્રો.પંચાલ પ્રકરણમાં ભોગ બનેલી વિદ્યાર્થીને ગાઇડ ફાળવવા રજૂઆત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રો.પંચાલ દ્વારા કરાયેલ જાતીય સતામણીની પિડિતાને હાલ કોઇ ગાઇડ નહી મળતા પીએચ.ડી.ની વિદ્યાર્થીના ભવિષ્ય
સાથે ચેડા થઇ રહ્યા હોવાની ચર્ચા થઇ રહી છે.