શેરબજારમાં મંદી જારી: સેન્સેક્સ વધુ 119 અંક ડાઉન

રાજકોટ, તા.13
બુધવારે કારોબારી સત્રમાં ભારતીય શેરબજાપે સારી શરૂઆત કરી હતો. દિવસના 9 કલાક અને 16 મિનિટ પર સેન્સેક્સમાં 193 પોઈન્ટ સાથે 36,346 પર અને નિફ્ટી 55 પોઈન્ટની તેજી સાથે 10,886 પર કારોબાર કરી રહ્યો હતો. તો નિફ્ટી 50 શેરોમાં 36 લીલી નીશાન પર 14 લાલ નીશાન પર કારોબાર કરી રહ્યા છે. ઈન્ડેક્સની વાત કરીએતો નિફ્ટી મિડકેપ 0.40 ટકા અને સ્મોલકેપ 0.31 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો હતો.
મંગળવારે સેન્સેક્સમાં 241 પોઈન્ટનો કડાકો બોલતા 36,153ના સ્તરે તો નિફ્ટીમાં 57 પોઇન્ટનું ગાબડુ પડતા 10831 પર કારોબાર કરી બંધ થયો હતો. આજના કારોબારમાં દિવસના 9.30 કલાકે નિફ્ટી ઓટો 0.20 ટકાના ઘટાડા સાથે, નિફ્ટી ફાઈનાન્સ 0.40 ટકાની તેજી સાથે, નિફ્ટી એફએમસીજી 1.23 ટકાની તેજી સાથે નિફ્ટી આઈટી 0.31 ટકાની તેજી સાથે, નિફ્ટી મેટલ 0.57 ટકાની તેજી સાથે, નિફ્ટી ફાર્મા 0.52 ટકાની તેજી સાથે નિફ્ટી રિયાલિટી 1.06 ટકાની તેજી સાથે કારોબાર કરી રહ્યો હતો. બપોરે 3.30 વાગ્યે બજાર બંધ થયું ત્યારે સેન્સેક્સ 119 પોઈન્ટ નીચેમાં 36034 તેમજ નિફ્ટી 37 અંક નીચેમાં 10793 પર કારોબાર કર્યો હતો.