મનપાની ફરી ફિફ્ટી: 51 મિલકત જપ્તીની નોટિસ

બાકીદારો વિરુધ્ધ વેરા વિભાગની અવિરત ઝુંબેશ રાજકોટ તા,13
રાજકોટ મનપાના વેરા વિભાગ દ્વારા રિકવરી ઝુંબેશ અંતર્ગત સિલીંગ તથા મિલકત જપ્તીની નોટિસ ફટકારવાની કાર્યવાહી હાથ ધરી 13 મિલકત સિલ કરી 51 આસામિઓને જપ્તીની નોટિસ ફટકારી રૂા.32.66 લાખની વસુલાત કરી હતી.
સેન્ટ્રલ ઝોનમાં ગોંડલ રોડ પર આવેલ અરીહંત ભવન ના સેલરના બાકી માંગણા સામે રીકવરી રૂ.1,20,130 લાખાજીરાજ સ્મારક ટ્રસ્ટ ફસ્ટ ફ્લોર પર 2 યુનિટ સીલ, જાગનાથ પ્લોટ માં હેતલ એપાર્ટમેન્ટ 1 યુનિટ સીલ મારેલ, જાગનાથ પ્લોટમાં 2 કોમર્શીયલ યુનિટને બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂા.2,48,000 જાગનાથ પ્લોટ માં શીવાલય એપાર્ટમેન્ટ 1 ફ્લેટ નં.302 ને બાકી માંગણા સામે નોટીસ આપેલ તથા કરણપરામાં આવેલ શ્યામપ્રભુ એપાર્ટમેન્ટ 6-યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂા.84,000 કરણપરામાં આવેલ 2- કોમર્શીયલ યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂા.1,80,000 ગોંડલ રોડ પર આવેલ લોટસ આર્કેડ માં 1 યુનિટના બાકી માંગણા સામે રીકવરી રૂ.1,25,000 કરેલ હતી.
ગોંડલ રોડ પર આવેલ સંગીતા રેસ્ટોરન્ટને નોટીસ આપેલ તેમજ નેહરુનગર માં 1 યુનિટને બાકી માંગણા સામે રીકવરી રૂ.1,62,000, ઉમાકાંત પંડિત ઉધોગનગર માં 2 યુનિટને બાકી માંગણા સામે રીકવરી રૂ.1,02,000, બાબરીયા કોલોનીમાં 1 યુનિટના રીકવારી રૂ.90,993, નારાયણ નગરમાં 3 યુનિટને બાકી માંગણા સામે નોટીસ તથા ન્યુ નેહરુનગરમાં 2 યુનિટને બાકી માંગણા સામે નોટીસ અને અટીકા વિસ્તારમાં આવેલ ચનિયારા એસ્ટેટમાં જ્યોત ફર્નિચરના યુનિટને નોટીસ સહિત 11 યુનિટ સિલ કરી 16 મિલકતને જપ્તીની નોટીસ ફટકારી હતી.
વેસ્ટઝોનમાં રીકવરી ઝુંબેશ અંતર્ગત ભગવતીપરા વિસ્તારમાં આવેલ મિલકતોના રીકવરી રૂા.30,000 શકતી સોસાયટી, મારુતીનગર, આરટીઓ, વિસ્તારમાં રીકવરી રૂા.1,32,000 થયેલ તથા ભારત ઈન્ડસ્ટ્રી નોટિસ આપી રીકવરી રૂા.87,000 તથા જંગલેશ્ર્વર, પુજાપાર્ક, નાડોદાનગર વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી માગણી સામે નોટીસ આપી રીકવરી રૂા.31,000 જુના રણુજા, લાલબહાદુર સોસાયટી, લાલપાર્ક, વિસ્તારમાં આવેલ મિલકતોના બાકી માંગણા સામે નોટીસ આપતા રીકવરી રૂા.2,95,000 સહિત 35 મિલકતોને જપ્તીની નોટિસ ફટકારી રૂા.6.84 લાખની વસુલાત કરી હતી.
વેસ્ટઝોનમાં વોર્ડ નં 9 માં સાધુવાસવાણી રોડ પર આવેલ આદિત્ય ડેવલોપર્સ ના નામે આવેલ ઓસ્કર ટાવર-2 ની ફર્સ્ટ ફ્લોર ની દુકાન નં. 104 ની પ્રોપર્ટી ને સીલ કરવામાં આવી તથા વોર્ડ નં 9 માં સાધુવાસવાણી રોડ પર આવેલ આદિત્ય ડેવલોપર્સ ના નામે આવેલ ઓસ્કર ટાવર-2ની સેક્ધડ ફ્લોર પરના ફ્લેટ નં. 222 ની પ્રોપર્ટી ને સીલ કરવામાં આવી હતી તેમજ કાલાવડ રોડ પર આવેલ કિંગ્સ કોમપ્લેક્ષ માં બીજા માળે આવેલ હેમલતાબેન દિનેશકુમારની જૈન ને વેરાની બાકી રકમ માટે તાકીદ કરતા તેઓ દ્વારા 68,000/- ની રકમ ભરપાઈ કરવામાં આવી. કાલાવાડ રોડ પર રાની ટાવર ફર્સ્ટ ફ્લોર પર આવેલ દુકાન નં. 25 જે સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્ર દ્વાર ભાડે રાખવામાં આવેલ છે તેઓ ને તાકીદ કરતા તેઓ દ્વારા 2,55,247/- ની રકમ ભરપાઈ કરવામાં આવી હતી.
બે મિલકત સીલ કરી તેમજ ઉપરોકત જણાવેલ અને અન્ય મિલકતો મળી વેસ્ટ ઝોનમાં અંદાજે કુલ રૂા.14.70 લાખની બાકી રકમની રિકવરી કરવામાં આવેલ હતી. આમ આજરોજ 13 મિલકત સિલ કરી 51 આસામીઓને જપ્તીની નોટિસ ફટકારી રૂા.32.66 લાખની વસુલાત કરી હતી.