INNOTAL પ્રોજેક્ટમાં R.K. યુનિ. ભાગીદાર બની

રાજકોટ તા,13
આરકે યુનિવર્સિટી (ઈન્ટિગ્રેટેડ ટેલેન્ટ ડેવલપમેન્ટ ઈનટુ ઈનોવેશન, ઈકોસિસ્ટમ ઈન હાયર એજ્યુકેશન) પ્રોજેકટની ભાગીદાર યુનિવર્સિટીમાંની એક છે જેને યુરોપિયર યુનિયનના ઈરેસમસ પ્લસ પ્રોગ્રામ - કેપેસિટી બિલ્ડીંગ ઈન હાયર એજ્યુકેશન હેઠળ સહ-ભંડોળ પુરુ પાડવામાં આવે છે. આ ક્ષમતા નિર્માણ અને સંશોધન યોજનાનો હેતુ ઉદ્યોગો, જાહેર ક્ષેત્ર અને સમુદાય બાહ્ય હિસ્સેદારો સાથે સાહસિકતા, શિક્ષણ, નવીનતા અને સક્રિય સહયોગ સહિતના ઘણા ક્ષેત્રોમાં મુલ્ય આધારિત પહેલ દ્વારા વિદ્યાર્થીઓની રોજગારક્ષમતાના સુધારાને વેગ આપવાનો છે. પ્રોજેકટ એ યુરોપ, ભારત, ફિલિપાઈન્સ, નેપાળ અને શ્રીલંકાની 14 યુનિવર્સિટીઓની સંયુકત પહેલ છે.
આ પ્રોજેકટનું લક્ષ્ય ભારત, ફિલિપાઈન્સ, નેપાળ અને શ્રીલંકાની યુનિવર્સિટીઓની ક્ષમતા અને સંસાધનોમાં વધારો કરવાનું છે જેના કારણે શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા સંશોધન અને નવીનતાભર્યા વિકલ્પો મળી રહે. પ્રોજેકટની પ્રવૃત્તિઓ ઉદ્યોગસાહસિકતા અને નવીનતમ તાલીમને પ્રોત્સાહન આપશે અને શિક્ષણ અને બાહ્ય હિસ્સેદારો - ઉદ્યોગ, જાહેર ક્ષેત્ર અને સમુદાય વચ્ચેના જ્ઞાન પ્રવાહને વધુ તીવ્ર બનાવવા યુનિવર્સિટીઓને ટેકો આપશે. આ પ્રોજેકટ મારફતે આરકે યુનિવર્સિટી નવીનીકરણ, સંશોધન અને પ્રતિભાને લગતી પ્રવૃત્તિઓને સંયુકત રીતે અનુસરવા ફેકલ્ટી, વિદ્યાર્થીઓ અને બાહ્ય હિસ્સેદારોને એકસાથે લાવીને કો-ક્રિએશન લેબની સ્થાપના કરશે. આ પ્રોજેકટને આરકે યુનિવર્સિટી અને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છ ક્ષેત્રના બેન્ચમાર્ક પ્રોજેકટ તરીકે ગણવામાં આવી રહ્યો છે જેના કારણે ઉચ્ચ શિક્ષણમાં નવીનીકરણ લાવીને રોજગારક્ષમતામાં વધારો કરવામાં આવશે. આ પ્રોજેકટના સફળ અમલીકરણથી યુનિવર્સિટીઓ શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રીય અર્થતંત્રને અડવા પરિબળોને એકસાથે લાવીને રાષ્ટ્રીય વિકાસને એક નવી જ દિશા આપવામાં આવશે.