શાસક પક્ષે ભારત રત્ન અને દલિત સમાજનું અપમાન કર્યું: વિપક્ષી નેતા ડો.બાબાસાહેબના સ્મારક અને લાઈબ્રેરીના ઉદ્ઘાટનની પત્રિકામાંથી આંબેડકરનો ફોટો જ ગાયબ

રાજકોટ તા.13
આવતી કાલે તા.14/02/2019 ના રોજ ભારતના બંધારણના ધડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબ આંબેડકર ના સ્મારકનું અને લાયબ્રેરીનું ઉદધાટન છે ત્યારે દલિત સમાજને ખુશ થવા જેવી વાત છે પરંતુ તેનાથી મોટી દુખી થવાની વાત એ છે કે ભાજપના શાશકોએ દલિત સમાજને આપી છે તે પણ ન ભૂલવું જોઈએ દલિત સમાજના 200 આગેવાનોએ કમિશ્નરને લેખિતમાં અને બીજીવાર મૌખિક માં પણ કોર્પોરેશનના કોન્ફરન્સ હોલમાં જ મળી વાત કરેલ છે કે ડો. બાબા સાહેબના નામ ઉપર અમે કોઈ વિવાદ કરવા માંગતા નથી આપે જે પાંચ વ્યકિતઓની કમીટી બનાવી હતી તેના સુચનો પ્રમાણે કામ થવું જ જોઈએ પરંતુ, ભાજપના નેતાઓએ આ કામ થવા દીધું નથી તેમણે પોતાની પ્રસિધ્ધી માટે કરોડો રૂપિયા ખર્ચવા છે પરંતુ મહામાનવ ડો.બાબા સાહેબના નામે કામ પણ અધુરૂ રાખવું છે કારણ કે ચુંટણી આવી રહી છે પોતાને દલિત સમાજ બહુ વ્હાલો છે. તેવું સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છે પરંતુ ભગવાન બુદ્ધે તેમને પોતાની મેલી મુરાદ બર આવવા દીધી નથી તેમની જ પાસે ભૂલ કરાવે છે અને તે મોટામાં મોટી ભૂલ છે કે નિમંત્રણ પત્રિકામાં જેના નામનું સ્મારક-લાયબ્રેરી છે તેમનો જ ફોટો મુકવાનું ભગવાને ભૂલવી દીધું પરંતુ પ્રસિધ્ધી ભૂખ્યા લોકોના ફોટા મુકવાનું ન ભૂલવયુ આ દલિત સમાજનું નહી પરંતુ ભારતના બંધારણના ધડવૈયા ભારત રત્ન ડો.બાબા સાહેબનું અપમાન છે તેને ભારતની પ્રજા ક્યારેય ભૂલી શકે નહી.
આગામી દિવસમાં દલિતો ડો.બાબાસાહેબ આંબેડકરના અપમાનનો બદલો લેશે તે ભાજપના રહી ભાજપની ચમચાગીરી કરતા દલિતના આગેવાનો એ પણ ના ભૂલવું જોઈએ હવે આ ચમચાઓ દ્વારા અમારા વિરુદ્ધ પ્રેસ અપાવશે પરંતુ સમાજ બધાને ઓળખે જ છે તે ભૂલતા નહિ. વશરામભાઈ સાગઠીયા, રવજીભાઈ ખીમસુરીયા, સીમ્મીબેન જાદવ અને ગીતાબેન પુરબીયાની યાદીમાં જણાવ્યું છે.