શહેરમાં ઠગાઈ, દુષ્કર્મ, અપહરણ અને મારામારીના ગુનામાં વર્ષોથી વોન્ટેડ ચાર આરોપીઓની ધરપકડ

 ક્રાઇમ બ્રાન્ચ, માલવિયાનગર અને તાલુકા પોલીસની કામગીરી
રાજકોટ તા.13
રાજકોટ શહેરના વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચ, માલવિયા અને તાલુકા પોલીસે ઠગાઈ, અપહરણ, દુષ્કર્મ અને મારામારીના ગુનામાં નાસ્તા ફરતા ચાર આરોપીઓને દબોચી લીધા છે. શહેરમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની પોલીસ કમિશ્નર અગ્રવાલ, જેસીપી ખત્રી, ડીસીપી જાડેજા, એસીપી ક્રાઇમ સરવૈયાની સૂચનાથીડીસીબી પીઆઇ ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી પી ઉનડકટ અને તેની ટિમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન જગમાલભાઇ ખટાણા, સંતોષભાઈ મોરી અને મયુરભાઈ પટેલની બાતમી આધારે ભરતભાઈ વનાણી, સંજયભાઈ રૂપાપરા, યુવરાજસિંહ ઝાલા અને પ્રદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફને સાથે રાખીને આણંદ બાકરોલ રોડ ઉપર ઓર્ચિડ ટાવરમાં રહેતા જીગ્નેશ રશ્મિકાન્ત વ્યાસ નામના ક્રિશ્ચન શખ્સની 2011ના છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરી હતી આ શખ્સ રાજકોટમાં 8 વર્ષ પૂર્વે ફોચ્ર્યુન એક્ટિવિટી બ્રોકર્સ નામની કંપનીમાં પ્રોડક્ટ હેડ આલ્ટર્નેટ ચેનલના હોદા સાથે નોકરી કરતો હોય ત્યારે કંપની અને ગ્રાહકોના 9,13,236 રૂપિયાની ઠગાઈ કરી હતી આ અંગે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો હતો ત્યારથી ફરાર હતો જયારે એસીપી ગેડમની સૂચનાથી તાલુકા પીઆઇ વી એસ વણઝારા, પીએસઆઇ એન ડી ડામોર, હર્ષદસિંહ ચુડાસમામ, નગીનભાઈ ડાંગર, અરજણભાઈ ઓડેદરા, અશોકભાઈ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, હિરેનભાઈ સોલંકી અને જયંતીભાઈ રાઠોડ સહિતના સ્ટાફે 11 વર્ષ પૂર્વે મારામારીના ગુનામાં નાસ્તા ફરતા ચોટીલાના ચામુંડાનગરના સમા બહાદુરભાઈ ગોઢકીયાને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે તેમજ તાલુકા પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા લોઠડાના મહેશ નરશી સોમાણી નામના શખ્સને લોઠડામાંથી દબોચી લઇ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે.
જયારે માલવીયાનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એન એન ચુડાસમા, પીએસઆઇ રવિરાજસિંહ જાડેજા, રાહિદભાઈ સમા, ભાવેશભાઈ ગઢવી, હરપાલસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, ભાવિનભાઈ ગઢવી, જયદીપસિંહ જાડેજા અને દિલીપસિંહ જાદવ સહિતના સ્ટાફે બે વર્ષ પૂર્વેના મારામારીના ગુનામાં નાસ્તા ફરતા વિનાયકનગરના કુખ્યાત રહોઈત ઉર્ફે ધમો ઉર્ફે કાળીયો પરેશભાઈ કતીરા નામના શખ્સને દબોચી લઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.