ખોડલધામ ટ્રસ્ટી ઉપર હુમલો કરનાર કોન્સ્ટેબલને ઘરભેગો કરતા સીપી

ક્ષ મહિના પૂર્વે
મળતિયા સાથે મળી કર્યો’તો હુમલો
રાજકોટ તા.13
રાજકોટના નંદા હોલ નજીક ઉતરાયણના દિવસે ખોડલધામના ટ્રસ્ટી ઉપર હુમલો કરનાર માલવિયાનગરના કોન્સ્ટેબલને અંતે સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે કાર અથડાવી નુકશાન કરી હુમલો કરવા અંગે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઇ હતી.
શહેરના આનંદનગર નજીક રહેતા અને ખોડલધામમાં ટ્રસ્ટી તરીકે બજાવતા ચાર્ટર્ડ એકાઉટંટ ચિરાગભાઈ શિયાણી સંક્રાતિના દિવસે કાર લઈને દીકરીને ફુગ્ગા લઇ દેવા માટે નીકળ્યા હતા ત્યારે નંદા હોલ નજીક પાછળથી કારચાલકે કાર અથડાવી નુકશાન કરી માથાકૂટ કરી હતી આ શખ્સ પોતે માલવીયાનગર પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ રામભાઈ વાંક હોવાનું જણાવી અગાઉ હત્યાનાં ગુનામાં પકડાઈ ચૂકેલા નામીચા અજય બોરીચાને બોલાવી ચિરાગભાઈને મારકૂટ કરી હતી જે તે વખતે ભક્તિનગરમાં આ બંને સામે ગુનો નોંધવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના ઘેરા પ્રત્યાઘાતો પડયા હતા અને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે પોલીસ કોન્સ્ટેબલની ગેરવર્તણુંકને ઘણાયે લઈને તપાસના આદેશ આપ્યા હતા જેમાં તપાસ સમિતિએ સંમગ્ર રિપોર્ટ રજૂ કર્યા બાદ અંતે સીપી મનોજ અગ્રવાલે કોન્સ્ટેબલ રામને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી જવા પામી છે
આ ઉપરાંત ખાતાકીય તપાસ દરમિયાન જો વધુ પુરાવા મળશે તો વધુ આકરી કાર્યવાહી થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.