લોઠડામાં નશાખોરનો આતંક: પંચાયતની કામગીરીમાં વિક્ષેપ પાડતા શખ્સ સામે રજૂઆત

લોઠડા ગ્રામ પંચાયતના સરપંચ વિશાલભાઈ મકવાણાએ ગ્રામજનોને સાથે રાખીને પોલીસ કમિશ્નરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગામમાં રહેતો ધીરુ વેળા મેર નામનો શખ્સ 24 કલાક દારૂના નશામાં ધૂત રહેતો હોય બે દિવસ પૂર્વે ગ્રામ પંચાયતના પટ્ટાવાળા ભરતભાઈ બોરીચાને ગાળો ભાંડી ફરજમાં રુકાવટ કરી હતી તેમજ પંચાયતના ઉપ સરપંચના પતિ મુકેશભાઈ બાવરીયાને ગાળો ભાંડી ગ્રામજનોની હાજરીમાં અપમાન કર્યું હતું અવાર નવાર ગ્રામ પંચાયતની કામગીરીમાં વિક્ષેપ પાડતો હોય લુખ્ખા શખ્સને કાયદાનું ભાન કરાવવામાં આવે અને જેલભેગો કરવામાં આવે તેવી માંગણી પોલીસ કમિશ્નર સમક્ષ ઉચ્ચારી હતી.(તસવીર: રવિ ગોંડલીયા)