હું ચૂંટણી નહીં લડું, મુકાબલો મોદી-રાહુલનો: પ્રિયંકાFebruary 13, 2019

 મોદી  V/S પ્રિયંકા મુકાબલાની અટકળોનો જવાબ આપતા પ્રિયંકા ગાંધી
નવી દિલ્હી તા.13
પ્રિયંકા ગાંધી વાડ્રાએ પોતે જ ચૂંટણી લડશે કે નહીં તેના અંદાજાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. તેમણે કહ્યું કે તેઓ ચૂંટણી લડશે નહીં પરંતુ સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે. સાથો સાથ પ્રિયંકા એ એમ પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો મારી સામે નહીં પરંતુ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીથી છે.
ઉત્તરપ્રદેશની હાલત ખરાબ થઇ ચૂકેલ કોંગ્રેસમાં પ્રાણ ફૂંકવા માટે પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાધી વાડ્રા એ લખનઉમાં તંબુ તાણી દીધા છે. સક્રિય રાજકારણમાં પ્રિયંકાએ પગ મૂકતા જ માનવામાં આવી રહ્યું હતું કે રાયબરેલી કે પછી પૂર્વાંચલની કોઇપણ લોકસભા સીટ પરથી ચૂંટણી મેદાનમાં ઉતારી શકે છે. એટલું જ નહીં નરેન્દ્ર મોદી
વર્સીસ પ્રિયંકા ગાંધીની વચ્ચે ચૂંટણી મુકાબલાની વાત કહેવાય રહી હતી. આ તમામ અંદાજો પર પ્રિયંકા ગાંધી એ પોતે જ પૂર્ણવિરામ મૂકી દીધું છે.
પ્રિયંકા ગાંધીએ કહ્યું કે તેઓ લોકસભા ચૂંટણી લડશે નહીં અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મુકાબલો તેમની સામે નહીં પરંતુ કોંગ્રેસ રાહુલ અધ્યક્ષ ગાંધીથી છે. પ્રિયંકા એ કહ્યું કે હું સંગઠનને મજબૂત કરવાનું કામ કરીશ. તેના પરથી એ સ્પષ્ટ થાય છે કે તેઓ હાલ પાર્ટી સંગઠનને મજબૂત કરવાનું કામ કરશે.
જો કે આ વાત તેમણે લખનઉ સંસદીય ક્ષેત્ર માટે બનાવેલ બંને ટીમોને કહી.
જો કે કાર્યકર્તાઓએ તેમને લખનઉથી ચૂંટણી લડવાની અપીલ કરી હતી. તેના પર પ્રિયંકા એ પૂછયું કે તમારામાંથી કોણ ચૂંટણી લડવા માંગે છે. દિલચસ્પ વાત એ છે કે કાર્યકર્તાઓએ લખનઉથી કોઇ સેલિબ્રિટી કે બહારની વ્યક્તિને ટિકિટ ના આપવાની વાત કહી છે.