કાલે પ્રેમનો અવસર લવબર્ડ આપશે લાઈટિંગ હાર્ટ, ટેડી, બુકે, મેજિક બોટલ

તા.14 ફેબ્રઆરી વેલેન્ટાઈન ડેની વિશ્ર્વભરમાં ઉજવણી થશે. આ અવસરને યાદગાર બનાવવા ખાસ વેરાયટીઓ અંગે શહેરના ડો.યાજ્ઞિક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસવાળા યુસુફભાઈ હસનેનભાઈએ જણાવ્યું કે વેલેન્ટાઈન ડેની ખાસ ગિફ્ટ્સમાં બ્લુટુથ સાથે હાર્ટ, ટેડી લાઈટીંગ વાળા ચોકલેટ બુકે શણગારેલ આવેલ છે. મેજીક બોટલ, મેજીક હાર્ટ, સ્વીચ દબાવતા જ હાર્ટ ઉછળીને આઈલવયુ બોલતુ બોકસ બહાર નીકળે છે. રેડીયમ કપલ શોપીસ લેસથી સજાવેલ હાર્ટ, હાર્ટનુ તોરણ, લાઈટીંગ કપલ ડોમ, મેસેજ બોટલ, થ્રીડીની ઈફેકટ આપતા લાઈટીંગ શોપીસ, પર્સનલાઈઝ ફોટા વાળી સંખ્યાબંધ ગિફ્ટ્સ, ઘડિયાળ, મગ, સંખ્યાબંધ વેરાયટી શો પીસ, સ્માઈલી પીલો, હાર્ટવાળી ચોકલેટ, મેમોરીઝ લવ સ્ટોરી બુક, સંખ્યાબંધ ડીઝાઈનોના કાર્ડસ, જોહરકાર્ડસમાં વેલન્ટાઈન ડેની ભવ્ય વેરાયટી.