સિસ્ટર નિવેદિતા દ્વારા 3 શ્રેષ્ઠ શિક્ષકોનું એવોર્ડથી સન્માન

ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સહિતનાની ઉપસ્થિતિ રાજકોટ તા,13
સમગ્ર ગુજરાતમાંથી પૂર્વ પ્રાથમિક તેમ જ માધ્યમિક શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર ત્રણ શિક્ષકોને
પસંદ કરી તેમને વર્ષ 2017-18નો શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ પ્રદાન કરવાનો કાર્યક્રમ તા.06-02-2019 બુધવારે વિખ્યાત ભાગવતાચાર્ય અને સાંદિપનિ વિદ્યાનિકેતન, પોરબંદરના પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ.
સિસ્ટર નિવેદિતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિતરણ સમારંભમાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી પામેલ શિક્ષકો શ્રી દીપાબેન પટેલ, શ્રી મધુબેન દારુવાલા અને ઉમેશભાઈ વાળા દરેકને પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, વિજયભાઈ દલાલ, ઉષાબેન જાની, ડો.નિરંજનભાઈ પંડ્યા, તેમ જ બળવંતભાઈ દેસાઈના હસ્તે સૂતમાલા, શિલ્ડ, રૂપિયા 20 હજારનો ચેક, પ્રશસ્તિ પત્ર અને પુસ્તક સંપુટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવેલ.
એવોર્ડ વિતરણ સમારંભમાં મહાનુભાવો, નિમંત્રિતો, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત સાતસો જેટલા ભાવિકો ઉપસ્થિત રહેલ.