દીપકભાઇ દેસાઈની અધ્યક્ષતામાં સત્સંગ અને જ્ઞાનવિધિનું આયોજન

16 અને 17મીએ યોજાશે કાર્યક્રમ
રાજકોટ તા,13
પૂજય દાદા ભગવાન દીક્ષિત તથા ડો.નીરુમાના સહાધ્યાયી આત્મજ્ઞાતિ પૂ. દીપકભાઇ દેસાઈ દ્વારા અધ્યાત્મ અને વ્યવહાર સંબંધી ઉંડી સમજણ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના અવસરનું તા.16 અને 17ના આયોજન કરાયું છે.
અનંતકાળથી ભટકતા જીવને કયાંય કોઇ વસ્તુમાં, કોઇ વ્યક્તિમાં એ સુખની પ્રાપ્ત થતી નથી અને આ કાળચક્રમાં સપડાઈ જન્મ-મરણના ફેરામાં અટાવયેલો રહે છે. ત્યારે કળિકાળના કળયુગી જીવો માટે રણમાં મીઠી વીરડી સમાન અક્રમ વિજ્ઞાની દાદા ભગવાન પ્રગટ્યા અને લાખો લોકોને આત્મજ્ઞાન પમાડી આત્યંતિક મુક્તિનો સ્વાદ ચખાડ્યો.
પૂ. દાદા ભગવાન દીક્ષિત તથા ડો.નીરુમાના સહાધ્યાયી દીપકભાઇ દેસાઈ દ્વારા તા.16ને સાંજે 7 થી 10 કલાકે સત્સંગ તેમજ તા.17ને સાંજે 5:30 થી 9 કલાકે જ્ઞાનવિધિનું આયોજન વિનુભાઇ પરસાણાની વાડી, આહીર ચોક પાસે, બોલબાલા
80 ફૂટ રોડ ખાતે યોજાશે. વધુ વિગત માટે મોબાઇલ નંબર 98791 37971 ઉપર સંપર્ક સાધવા જણાવવામાં આવ્યું છે.