10315 બાકીદારોના નળજોડાણ ઉપર ફરશે કાતર

 12 દિવસમાં 640 મિલકત સિલ, 1510 આસામિઓને મિલકત જપ્તીની નોટિસ
 ધોકો પછાડી 8.27 કરોડની વસૂલાત
હાથ ધરી
રાજકોટ તા.13
રાજકોટ મહાનગરપાલિકાના વેરા વિભાગ દ્વારા 50,000થી વધુ વેરો બાકી હોય તે પ્રકારના કોમર્શિયલ મિલકત ઘારકો વિરુધ્ધ 1 ફેબ્રુઆરીથી મિલકત સિલિંગ અને જપ્તીની નોટીસ ફટકારવા સહિતની રિકવરી ઝુંબેશ હાથ ધરી 12 દિવસમાં 640 મિલકત સીલ કરી 1510 આસામીઓને મિલકત જપ્તની નોટીસ ફટકારી રૂા.8.27 કરોડની વસુલાત હાથ ધર્યા બાદ આગામી સોમવારથી રહેણાંકના
બાકી દારો વિરુધ્ધ ઝુંબેશ શરુ કરી શહેરના 10315 આસામીઓના નળ જોડાણ કટ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
વેરા વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરીથી મિલકત વેરો બાકી હોય તેવા આસામીઓ વિરુધ્ધ મિલકત સિલિંગ તથા મિલકત જપ્તીની નોટીસ ફટકારવા સહિતની રિકવરી ઝુંબેશ હાથ ધરી છે. 12 દિવસમાં 640 મિલકત સિલ કર્યા બાદ 1510 આસામીઓને મિલકત જપ્તીની નોટિસ ફટકારી રૂા.8.27 કરોડની વસુલાત હાથ ધર્યા બાદ હવે રહેણાંકની મિલકતો વિરુધ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરવાનો નિર્ણય
લેવામાં આવ્યો છે.
વેરા વિભાગ દ્વારા 50,000થી વધુ મિલકત વેરો બાકી હોય તે પ્રકારના 10315 આસામીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યુ છે. આગામી સોમવારથી તમામ બાકીદારો વિરુધ્ધ રિકવરી ઝુંબેશ અંતર્ગત નળ જોડાણ કટ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. વેરા વિભાગના ડેપ્યુટી કમિશનર હરેશ કગથરાના જણાવ્યા મુજબ ત્રણેય ઝોનમાં વોર્ડ વાઈઝ બાકીદારોનું લીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જે તમામનો 50,000થી વધુ વેરો બાકી છે અને વર્ષોથી વેરો ભરપાઈ કર્યો નથી આથી સોમવારથી તમામ બાકીદારો વિરુધ્ધ રિકવરી ઝુંબેશ શરુ કરાશે અને સ્થળ ઉપર વેરો ભરપાઈ નહીં કરનારના નળ જોડાણ કટ કરવામાં આવશે. ત્યારબાદ પણ વેરો ભરપાઈ નહીં કરાય તો મિલકત જપ્તીની નોટીસ ફટકારવામાં આવશે. 277 કરોડનો વેરા લક્ષ્યાંક પૂર્ણ કરવા મ્યુનિસિપલ કમિશનરનો આદેશ
મહાનગરપાલિકાની કમાઉ દિકરા સમાન વેરા વિભાગને ગત બજેટમાં 277 કરોડનો
લક્ષ્યાંક આપવામાં આવ્યો છે પરંતુ કાર્પેટ એરિયા આધારિત વેરા પધ્ધતી અમલી થતા અનેક મિલકતોનો વેરો ઘટી જતા વેરા વિભાગને આવકમાં મોટુ ગાબડુ પડ્યુ છે ત્યારે વર્ષોથી
વેરો નહીં ભરતા 40,000થી વધુ આસામીઓ ઉપર તુટી પડવાનો આદેશ મ્યુનિસિપલ કમિશનરે આપતા વેરા વિભાગ દ્વારા આપતા સિલિંગ અને
મિલકત જપ્તીની કામગીરી તેજ બનાવી છે જે માર્ચ મહિનાના અંત સુધી ચાલુ રહેશે તેમ વેરા વિભાગે જણાવ્યું હતું. વેરો ભરવામાં ડાંડાઈ કરવામાં સેન્ટ્રલ
ઝોન મોખરે
વેરા વિભાગ દ્વારા 1 ફેબ્રુઆરીથી બાકીદારો વિરુધ્ધ રિકવરી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જેમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનની મિલકત સિલ કરી સૌથી વધુ મિલકત જપ્તીની નોટીસ ફટરકારવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં વેરા વિભાગે 1.50 કરોડની રિકવરી કરી છે જ્યારે ઈસ્ટઝોનમાં રૂા.1 કરોડ તથા વેસ્ટઝોનમાં રૂા.64 લાખની રિકવરી કરી છે. હાલમાં ત્રણેય ઝોનમાં કોમર્શિયલ વિરુધ્ધ કાર્યવાહી ચાલુ છે ત્યારે આગામી દિવસોમાં અનેક મિલકતોને સિલ કરી મિલકત જપ્તીની વધુ નોટિસ ફટકારવામાં આવશે.