લગ્નમાં વર-ક્ધયાએ લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, મહેમાનોએ આપી સલામી

 ‘જયહિન્દ’ અને ‘ભારતમાતા કી જય’નાં ગગનભેદી સૂત્રોચ્ચારથી દેશભક્તિનો રંગ છવાયો: ‘બેટી બચાવો’ તથા ‘સેવ ફૂડ’નો સંદેશ પણ અપાયો
રાજકોટ તા.13
રાજકોટમાં રૂડાના ડીરેકટર તરીકે ફરજ બજાવતા ધીરેન્દ્રભાઇ કાલરીયાનાં સુપુત્રી ડો.કૃપાનાં લગ્નપ્રસંગે દેશભક્તિનો રંગ છવાયો હતો. સ્વામી વિવેકાનંદનાં વિચારોથી પ્રભાવિત પરીવારે જાનનું સામૈયું કર્યા બાદ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. ક્ધયા અને વરરાજાનાં હસ્તે ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આમંત્રીત તમામ મહેમાનોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. જય હિંદ, ભારત માતાકી જય અને વન્દે માતરમનાં ગગનભેદી સૂત્રોચ્ચાર થયા હતા.
સાથે જ લગ્નમા ક્ધયા તરફથી ગુરૂવંદના થઇ હતી. ડો.કૃપાએ પ્રાથમીકથી લઇ ઉચ્ચ શિક્ષણ જેમની પાસેથી લીધું હતું તેવા ગુરૂજનોનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. સાથે જ ધીરેન્દ્રભાઇ કાલરીયાએ દહેજપ્રથાનો ત્યાગ કરનાર બન્ને મોટા વેવાઇ બાબુભાઇ ભુત તથા ડો.કૃપાનાં સસરા ધીરજભાઇ ભાડજા તથા બન્ને વેવાણનું શાલ ઓઢાડી સન્માન કર્યુ હતું. લગ્નમાં બેટી બચાવો, બેટી પઢાઓ અને અન્નનો બગાડ નહીં કરવા પણ સંદેશ અપાયો હતો. આમ કુલ અલગ-અલગ પાંચ ચરણમાં યોજાયેલ લગ્નપ્રસંગ હકીકતમાં પંચામૃત સમાન બની ગયો હતો. આ અનોખા કાર્યક્રમની શાન વધારવા અને પ્રોત્સાહન પુરૂ પાડવા માટે રાજકોટ શહેરના ગણમાન્ય મહાનુભવી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ ભાજપ પ્રદેશ મહિલા અગ્રણી અંજલીબેન રૂપાણી, મ્યુનિ. કમિશ્નર બંછાનિધિ પાની, ગુજરાત સવર્ણ આયોગના ચેરમેન બી.એ. ઘોડાસરા, શ્રીરામ તથા વાણી શ્રીરામ, સીદસર મંદિરના મંત્રી તથા એડીશ્નલ કલેકટર જયેશભાઇ પટેલ, એડીશ્નલ કલેકટર પી.વી. અંતાણી, રેસી.એડીશ્નલ કલેકટર પરીમલ પંડયા, પાટીદાર આગેવાન નાથાભાઇ કાલરીયા, ચીફ એન્જીનીયર નિરવ સોલંકી, નિવૃત ચીફ એન્જીનીયર સી.જે.રૂપારેલીયા, નિવૃત ઓફ એન્જીનીયર એસ.વી. આહુજા, આંતરરાષ્ટ્રીય ગાયક કલાકાર કીર્તિદાનભાઇ ગઢવી, બીહારીદાનભાઇ હેમુભાઇ ગઢવી, તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભા જાડેજા, આગેવાન બાબુભાઇ નસીત, મોટામવાના સરપંચ વિજયભાઇ કોરાટ, માધાપરના સરપંચ છગનભાઇ પટેલ, ગુજરાત પેથોલોજીસ્ટ એસો.ના પ્રમુખ તથા આઇએમએના પૂર્વ પ્રમુખ ડો.રાજેશ લાલાણી, સૌરાષ્ટ્રના પ્રથમ મહિલા ડર્મેટોલોજીસ્ટ ડો.અમીતાબેન લાલાણી, ઉમીયા યુવા ચેરીટેબલ ટ્રસ્ટના અશોકભાઇ દલસાણીયા, મહામંત્રી સુરેશભાઇ વડાલીયા, જગદીશભાઇ પરસાણીયા, કોર્પોરેટર અશ્ર્વિનભાઇ ભોરણીયા, ભાજપ અગ્રણી રજનીભાઇ ગોલ વગેરે ઉપસ્થિત રહીને સમગ્ર કાર્યક્રમને બળ પ્રદાન કરેલ.