ગંજીવાડાના વિપ્ર યુવકનો આર્થિક ભીંસથી કંટાળી માનસરોવર પાર્કમાં મંદિરે ઝેર પી આપઘાત

 શાળાએ દીકરાને મળવા ગયા બાદ ભરેલું અંતિમ પગલું
રાજકોટ તા.13
રાજકોટમાં આપઘાતના બનાવો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે ગંજીવાડાના વિપ્ર યુવાને આર્થિક સંકડામાંથી કંટાળી દીકરાને શાળાએ મળી માનસરોવર પાર્કમાં નજીકમાં આવેલ મહાદેવના મંદિરે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
શહેરના ગંજીવાડામાં રહેતા અને ઢેબર રોડ અટિકામાં ધારા ઘરઘંટી નામની કંપનીમાં કામ કરતા સુરેશભાઈ ગોરધનભાઈ મહેતા નામના 40 વર્ષીય વપર યુવકે ગત બપોરે અઢી વાગ્યાના સુમારે આજી ડેમ નજીક આવેલ માનસરોવર પાર્કમાં મહાદેવના મંદિરે ઝેરી દવા પી લેતા સારવાર અર્થે હોસ્પિટલે ખસેડાયા હતા જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું ઘટના અંગે જાણ થતા આજી ડેમ પોલીસ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ ચાવડા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો તપાસ કરતા મૃતક સુરેશભાઈ છેલ્લા થોડા સમયથી આર્થિક સંકડામણ અનુભવતા હતા ગઈકાલે જ્યાં આ પગલું ભર્યું ત્યાં નજીકમાં આવેલ સ્કૂલે બાળકને મળવા ગયા હતા અને તેને મળીને સાથે રહેલી ઝેરી દવાની બોટલ મહાદેવના મંદિરે પી આપઘાત કરી લીધો હતો વિપ્ર યુવકના મોતથી બે સંતાનોએ પિતાનું છત્ર ગુમાવ્યું છે પરિવારના મોભીના મોતથી પરીરમાં શોક વ્યાપી ગયો છે.