દેશમાં જૂઠનો પ્રચાર કરી લોકોને ગુમરાહ કરાય છે: કનૈયા

સંવિધાન ખતરામાં છે તેથી સંવિધાન બચાવો રેલીમાં આવ્યો છું
 લોકોની સમસ્યા
ભુલાવવા રામમંદિર જેવા મુદ્દા ઉછાળાય છે
 મોદી ખાઇ રહ્યા છે અને અંબાણીને ખવડાવી રહ્યા છે
રાજકોટ તા.13
રાજકોટમાં આજે સંવિધાન બચાવો દેશ બચાવો સંમેલનમાં હાજરી આપવા આવેલા દિલ્હીના છાત્રોનેતા કનૈયાકુમાર, પાસનેતા હાર્દિક પટેલ અને અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર અને રાજયની ભાજપ સરકારો ઉપર આકરા પ્રહારો કરી બંધારણીય સંસ્થાઓ ખતરામાં હોવાનો તેમજ બેરોજગારો તથા લોકોની સમસ્યા ભુલાવવા દેશને રામમંદિર જેવા મુદ્દાઓના નામે ગુમરાહ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
છાત્રનેતા કનૈયાકુમાર પત્રકારે પરિષદમાં જણાવેલ કે, પોતે નાગરિકોના અધિકારો માટે ચર્ચા કરે છે. પણ દુ:ખદ છે કે, સરકારમાં બેઠેલા લોકો વિરોધ કરે છે, તે દાવો કરે છે તાકાતવાર છે, પૈસાદાર છે, પૂજીપતિઓનો સહયોગ છે છતાં મારા જેવા સાધારણ યુવાનોને દેશદ્રોહી બતાવે છે. મારા
પરિવારના એક ડઝન લોકો સેનામાં છે એક ભાઇ સીઆરપીએફ
જવાન શહીદ થયો છે. પરંતુ પોતાની મુલ છૂપાવવા આ લોકો દેશદ્રોહીનો ઢોલ પીટે છે.
વડાપ્રધાને કહ્યું કે, એક તરફ પરિવારના લોકો છે એક બાજુ સંવિધાન છે. પણ હવે તેની વિદાય નિશ્ર્ચિત છે તેથી આવુ બોલે છે. હું હાર્દિક પટેલ અને જીજ્ઞેશ મેવાણીને અભિનંદન આપુ છું, આ બંને થકી દેશના લોકોને ખબર પડી કે, ગુજરાતમાં નરેન્દ્રમોદી, અમીતશાહની ગુંડાગીરી નથી ચાલતી, ગાંધીજીના માર્ગે સંવિધાન બચાવવા લડત ચલાવનારા પણ છે.
દેશમાં જુઠનો એવી રીતે પ્રચાર થાય છે કે, લોકો ગુમરાહ થઇ જાય કે સત્ય શું છે? વડાપ્રધાન ઉપર નિશાન તાકતા કનૈયાએ જણાવેલ છે કે, તમારી 56 ઇંચની છાતી હોય તો અમને જેલમાં નાખવા ચેલેન્જ છે. અમે ખૂલ્લેઆમ કેમ ફરીએ છીએ, કેમ કે દેશમાં હજુ
સંવિધાન જીવીત છે. જે લોકોએ ચોરી કરી છે તેને ડર છે અમને શાનો ડર? અમારા ઘરે પોલીસ-સીબીઆઇ મોકલો.
અમે કોઇ ચોરના ભાગીદાર નથી અમે ભાગીદાર છીએ યુવાનો, ગરીબો, બેરોજગારો, ખેડૂતોના... સવાલ પુછીએ તો ડરાવવામાં આવે છે કે, ગુમ કરી દેવામાં આવશે. વધુમાં વધુ તો શું મારી નાખશે, અમે ડરતા નથી. જેને વિરોધ કરવો હોય તે કરે રાજકોટમાં રેલી કરશું. આવા લોકોને ખબર પડી ગઇ છે કે, મોદીજી અબ જાને વાલે હૈ, અચ્છે દિન આને વાલે હૈ.
તમે ભારત માતાકી જય કેમ બોલતા નથી? તેવા પ્રશ્ર્નના જવાબમાં કનૈયા કુમારે જણાવેલ કે, દેશનો મતલબ પ્રધાનમંત્રી નથી, દેશના 130 કરોડ લોકો છે. જે લોકો કહે છે કે, અમે દેશપ્રેમી છીએ તે લોકો છતીસગઢમાં બળાત્કારની ઘટના વખતે બહાર નીકળ્યા નહોતા. દેશભક્ત હોવાનો મતલબ મોદી-મોદી કરવાનો નથી, હું ભારત માતાકી જય પણ બોલું છું, વંદે માતરમ પણ બોલું છું દેશની સેવા કરવાથી દેશભક્તી થાય છે. આ લોકો માત્ર ગુમરાહ કરવા આવી વાતો ફેલાવે છે.
આ દેશમાં વિકાસ અને સમસ્યા ઉપર ચર્ચા થાય નહીં એટલે રામમંદિર, હિન્દુ-મુસ્લીમ જેવા મુદ્દા ઉછાળવામાં આવે છે.
અફઝલગુરુને આતંકવાદી માનો છો? તેવા પ્રશ્ર્નનાં જવાબમાં તેણે કહેલ કે, હા માનું છું. કોર્ટે પણ માન્યો છે. કોર્ટનો નિર્ણય શિરોમાન્ય છે. આ લોકો સરકાર ચલાવવા માટે આંતકવાદીઓ સાથે પણ હાથ મિલાવી શકે છે. અમે માનવતાવાદી લોકો છીએ. ભારતીય સંસ્કૃતિ દુશ્મનોને પણ ગળે લગાડે છે.
છેલ્લા દિવસોમાં કેટલીક ઘટનાઓ બની છે તેથી લોકતંત્ર બચાવવાની લડાઇ શરૂ કરવામાં આવી છે, આવતી પેઢી પણ આ લડાઇ ચાલુ રાખશે.
જ્યારે ખેડૂતોની લડાઇ અલગ છે. ખેડૂત કેમ પોતાના પુત્રને ખેડૂત બનાવવા નથી માંગતા? દેશમાં સંવિધાનિક સંસ્થાઓનો દૂરઉપયોગ થઇ રહ્યો છે. સીબીઆઇ, ઇડી, ચૂંટણીપંચનો ઉપયોગ થયા છે. વાડ્રાની પુછપરછ કરવી હતી તો 4॥ વર્ષ રાહ કેમ જોઇ? પ્રિયંકા રાજકારણમાં સક્રિય થતા જ પૂછપરછ ચાલુ થઇ છે. ગુજરાતમાં અધિકારીઓને જેલમાં ખાની એક કેસ પુરો થાય તો બીજો કેસમાં પુરી દેવાય છે.
ઇન્સ્યોરન્સ કંપનીઓ, માનીતાઓની કંપનીઓ મારફત ચારે તરફ જનતાના પૈસાની લૂંટ ચલાવાઇ રહી છે અમે તેનો વિરોધ કરીએ છીએ. તેથી સંવિધાન બચાવો દેશ બચાવો સંમેલનમાં ભાગ લેવા આવ્યા છીએ. જેને વિરોધ કરવો હોય તે કરે બધા નારાજ છે છતા મોદીજી પ્રધાનમંત્રી કેવી રીતે બનશે? તે સમજાતું નથી ઇવીએમ ની મને ખબર નથી. તેમ અંતમાં કનૈયાએ જણાવ્યું હતું.   હું લોકસભા લડીશ પોરબંદર કે અમરેલી તે નક્કી નથી: હાર્દિક પટેલ
હાર્દિક પટેલે જણાવ્યું હતું કે હું ચૂંટણી લડીશ પણ ક્યાંથી લડીશ તે હવે જણાવીશ ક્યારે લડું ને હજુ નક્કી નથી પણ ચૂંટણી જંગમાં જરૂર ઝંપલાવીશ પોરબંદર હોય કે અમરેલી ક્યો પક્ષ તે નક્કી નથી તેવું જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે કનૈયા દેશદ્રોહી, હાર્દિક દેશદ્રોહી કહેવામાં આવે છે પણ હજુ સુધી કોર્ટ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. આવી રેલી કરવાનો અધિકાર છે પણ આ રેલી માટે પોલીસે પણ કચાસ રાખી છે. ભાજપના ઇશારે પોલીસ કામ કરે છે. વિરોધ કરનારાઓ માટે અમે અલગ વ્યવસ્થા ઉભી કરી છે બંધારણ બચાવવા માટેની વાત કરીએ છીએ ત્યારે વિરોધીઓ વિરોધ કરે છે. વિરોધીઓને વિરોધ કરવાની સભા સ્થળે અલગ વ્યવસ્થા
ઇન્દ્રનીલ રાજયગુરુએ જણાવ્યું હતું કે વિરોધ કરવો છે દરેક ની ફરજ છે ત્યારે જેને કાળા વાવટા ફરકાવવા હોય
તેઓ શાસ્ત્રીમેદાન આવી જાય વિરોધ માટે ચા-પાણી અને નાસ્તાની
પણ વ્યવસ્થા કરવામાં આવી છે વિરોધીઓ માટે અલગ જગ્યા ઉભી કરવામાં આવી છે. લોકસભાની ચૂંટણી લડવાનો નથી: મેવાણી
સંવિધાન બચાવો દેશ બચાવો રેલીમાં રાજકોટ ભાગ લેવા આવેલા ધારાસભ્ય અને દલિત નેતા જીજ્ઞેશ મેવાણીએ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે હું લોકસભાની ચૂંટણી લડવાનો છે તેવી અફવા મીડિયામાં ચાલી રહી છે તે પ્રશ્ર્ને સાફ શબ્દોમાં જણાવ્યું હતું આગામી 2019ની લોકસભાની ચૂંટણી લડવાનો નથી હા પણ લોકતંત્રને બચાવા માટેની ગુજરાત સહિત દેશભરમાં પ્રચાર જરૂર કરીશ. હું તો બોલું જ છું, ભાજપ અપપ્રચાર કરે છે
ભારતમાતા કી જય, જયહિન્દ, વંદે માતરમ: કનૈયા ઉવાચ
વડાપ્રધાન મોદી ઉપર પ્રહાર કરતાં કનૈયાકુમારે જણાવ્યું હતું કે મોદીને અંબાણીનું પીઠબળ છે. છતાં તેઓ અમારાથી ડરે છે અમારી પાસે કોઇ પીઠબળ નથી છતાંય લડીએ છીએ મારા ઘરે તમામ ખાતાઓ મોકલી આપો. અમે કાચા મકાનમાં રહીએ છીએ દેશનો મતલબ પ્રધાનમંત્રી નથી, મોદી નથી દેશનો મતલબ સવાસો કરોડ દેશવાસીઓ છે હું ભારતમાતાની જય પણ બોલું છુ જયહિન્દ અને વંદેમાતરમ પણ બોલું છુ મારો ખોટો પ્રચાર કરવામાં આવી રહ્યો છે.