આકાશ અંબાણીના લગ્નની પ્રથમ કંકોત્રી સિધ્ધિ વિનાયક દરબારમાં

 9 થી 11 માર્ચ
મુંબઈ ખાતે
જાજરમાન આયોજન
મુંબઈ તા.13
દુનિયાભરમાં જાણીતા અને દેશના દિગ્ગજ ઉદ્યોગપતિ મુકેશ અંબાણી હાલ તેના પુત્ર આકાશના લગ્નની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. થોડા દિવસ પહેલા જ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે શરણાઈઓના શૂરો રેલાયા હતા. પુત્રી ઈશાના લગ્ન ખુબજ ધામધુમથી કરવામાં આવ્યા હતા અને ત્યારેજ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ કે હવે આકાશ લગ્ન પણ યોજાશે.
અંબાણી પરિવાર આમ પણ ભારતીય પરંપરાને માને છે. ભારતીય રીત-રિવાજ અનુસાર પુત્રીના લગ્ન પહેલા કરવામાં આવે છે અને બાદમાં પુત્રના લગ્ન કરવામાં આવે છે. ઈશા અને આકાશ ટ્વીન્સ ભાઈ બહેન છે. આથી બંનેના લગ્ન એક જ વર્ષમાં કરવાનો અંબાણી પરિવારનો વિચાર હોય તે સ્વાભાવિક છે.
આકાશના લગ્ન 9 માર્ચ 2019ના દિગ્ગજ ઉદ્યોગપતિ રસેલ મહેતાની પુત્રી શ્લોકા સાથે મુંબઈમાં ખુબજ ધામધુમ પૂર્વક યોજાવાના છે. મુકેશ અંબાણી નીતા અંબાણી તેના પુત્રના લગ્નનું કાર્ડ સૌ પ્રથમ સિદ્ધિ વિનાયક મંદિર આપવા મહોંચ્યા હતા. અહી તેમણે પરંપરાગત રીતે પૂજા અર્ચના કરી અને ઈશ્વરના આશીર્વાદ મેળવ્યા. આ ખાસ અવસર પર નીતા અંબાણીએ ગોલ્ડ કલરનો કુર્તા પાયજામા અને સિલ્કનો દુપટ્ટો પહેર્યો હતો. મુકેશ અને અનંત અંબાણીએ સફેદ શર્ટ પહેરીને સાદાઈથી આવ્યા હતા.
આકાશ અંબાણીના લગ્ન સમારોહનું આયોજન જિયો વર્લ્ડ સેન્ટરમાં ત્રણ દિવસ સુધી ચાલશે. જાણકારી અનુસાર આકાશની જાન મુંબઈના જિયો સેન્ટર પર જશે. 10 માર્ચે આકાશ અને શ્લોકાનું વેડિંગ સેલિબ્રેશન થશે. 11 માર્ચે ભવ્ય રિસેપ્શન યોજાશે. આ રિસેપ્શનમાં ખુબજ અંગત લોકોને આમંત્રણ આપવામાં આવશે.